ETV Bharat / state

સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ કિલવણી નાકા નજીકની મોબાઈલની દુકાનમાં ચોરી કરી 1 લાખથી વધુની કિંમતના 7 મોબાઈલ ચોરી થઇ હતી. ચોરી કરનાર 2 આરોપીઓને ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે સેલવાસ પોલીસે ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ
સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ
author img

By

Published : May 15, 2021, 9:35 AM IST

  • 1 લાખની કિંમતના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો
  • સેલવાસ પોલીસે 2 ચોરની ધરપકડ કરી હતી
  • મોબાઇલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરી હતી

દમણઃ દાદરા નગર હવેલીના સેલવાસમાંથી મોંઘા મોબાઈલની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 7 મોબાઇલ કબ્જે કર્યા હતા.

સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ
સેલવાસમાં 7 મોબાઈલની ચોરી કરનાર 2 ચોરની ધરપકડ

આ પણ વાંચોઃ કબીલપોરમાં વિદ્યાર્થીનીનો મોબાઈલ ઝુંટવી ભાગેલા બે મોબાઈલ ચોર પકડાયા

સેલવાસ પોલીસે IPC કલમ 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

સેલવાસમાં કિલવણી નાકા નજીક મહાવીર મોબાઈલ દુકાનના માલિક કન્હૈયા બિન્દાચાલ શાહની દુકાનમાંથી રાત્રિ દરમિયાન શટર તોડી 1,01,939 રૂપિયાના 7 એન્ડ્રોઇડ ફોન ચોરીની ફરિયાદ સેલવાસ પોલીસ મથકમાં નોંધાઇ હતી. સેલવાસ પોલીસે IPC કલમ 457, 380 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ટેક્નિકલ એનાલિસિસ વડે ચોરને દબોચી લીધા

સેલવાસ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ટેક્નિકલ એનાલિસિસ ટીમની મદદ વડે તપાસ દરમિયાન PSI સુરજ રાઉત, ASI ભાસ્કર પાટીલ અને એમની ટીમે 2 યુવાનોની અટક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ મોડાસામાં મહિલાના હાથમાંથી મોબાઇલ લૂંટી ચોર ફરાર

સેલવાસ પોલીસે ચોરી કરેલા 7 મોબાઈલ ફોન પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી

જેમાં આરોપી રાહુલ રામસિંહ રાજભર અને ભરત મુનીરામ રાજભરે આ મોબાઈલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સેલવાસ પોલીસે બન્ને યુવાનોની ધરપકડ કરી ચોરી કરેલા 7 મોબાઈલ ફોન પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.