ETV Bharat / state

સેલવાસ, દમણ અને વલસાડમાં કોરોનાના નવા 151 કેસ નોંધાયા, 4 લોકોના મોત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સેલવાસમાં સતત ચોથા દિવસે 70થી વધુ કેસ નોંધાયા છે. સેલવાસમાં ગુરુવારે 76 નવા કેસ નોંધાયા હતા તેમજ 2 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. દમણમાં કોરોનાના 27 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડમાં કોરોનાના નવા 48 કેસ અને 2 દર્દીના મોત થયા હતા.

સેલવાસ, દમણ અને વલસાડમાં કોરોનાના નવા 151 કેસ નોંધાયા

author img

By

Published : Apr 16, 2021, 5:04 PM IST

  • સેલવાસમાં ગુરુવારે કોરોનાના 76 નવા કેસ નોંધાયા
  • 2 દર્દીએ જીવ ગુમાવ્યો
  • દમણમાં 27 જ્યારે વલસાડમાં 48 નવા કેસ

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સેલવાસમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈને કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય વિભાગના વી. કે. દાસે લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમજ દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં કોરોનાના દર્દીઓ માટે કેટલા બેડ છે. ઓક્સીજનનો અને રેમડેસીવીરનો જથ્થો કેટલો છે, તે અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણકારી આપી હતી.

સેલવાસ, દમણ અને વલસાડમાં કોરોનાના નવા 151 કેસ નોંધાયા
સેલવાસ, દમણ અને વલસાડમાં કોરોનાના નવા 151 કેસ નોંધાયા

વલસાડમાં 2 દર્દીના મોત

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ગુરુવારે કોરોનાના નવા 76 પોઝિટિવ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 456 પર પહોંચી છે. જ્યારે ગુરુવારે 2 દર્દીના મોત થતા મોતનો કુલ આંકડો 3 થયો છે. દમણમાં કોરોનાના નવા 27 પોઝિટિવ કેસ સામે આવતા કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 255 પર પહોંચી છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના લોકોને સાવચેત રહેવા, સમયસર રસિકરણનો લાભ લેવા હેલ્થ ડાયરેક્ટર ડૉ. વી. કે. દાસે જણાવ્યું હતું.

વેક્સિન લેવા કરાઈ અપીલ
વેક્સિન લેવા કરાઈ અપીલ

આ પણ વાંચોઃ વલસાડમાં કોરોનાના 31, દાદરા નગર હવેલી અને દમણમાં 98 કેસ નોંધાયાં

ઓક્સિજન અને રેમડેસીવીરની પૂરતી વ્યવસ્થા

આ ઉપરાંત ડૉ. દાસે હાલ પ્રદેશમાં અલગ-અલગ હોસ્પિટલોમાં કુલ 450થી વધુ બેડની વ્યવસ્થા, ઓક્સીજનના 600 સિલિન્ડર, 2 મોટી ટેન્ક સાથે પૂરતો જથ્થો અને પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઇન્જેક્શન હોવાની હૈયા ધરપત આપી હતી. જોકે, પ્રદેશમાં હાલ ચાલી રહેલી વેકસીનેશન ડ્રાઈવમાં ગ્રામ્ય વિસ્તારો અને ઔદ્યોગિક વસાહતમાં નબરો પ્રતિસાદ મળતો હોવાથી તમામને લોકોને બન્ને એટલી જલ્દી વેક્સિન લેવા આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચોઃ વલસાડમાં 9 દિવસમાં 113 કોરોના કેસઃ 27 દર્દી જ સાજા થયા

હાલ 711 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ ગુરુવારનો દિવસ કોરોના કેસ બાબતે ઓલ ટાઈમ હાઈ રહ્યો હતો. વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા હતાં. જ્યારે 2 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. વલસાડ જિલ્લામાં કુલ 1874 કોરોના પોઝિટિવ કેસમાંથી 274 એક્ટિવ કેસ છે તેમજ 169 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે 1431 દર્દીઓ સાજા થયા છે. જેની સામે દાદરા નગર હવેલી અને દમણના મળીને અત્યાર સુધીમાં કુલ 4155 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી હાલ 711 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 4 દર્દીના મોત થયા છે. જ્યારે 3390 દર્દીઓ સારવારથી સાજા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.