દાહોદઃ વડોદરાનો કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની હત્યાના મુખ્ય આરોપીને સાવલી પોલીસ કોરોના પોઝિટિવનો ટેસ્ટ કરવા માટે હોસ્પિટલમાં લઇને આવી હતી. ત્યાંથી પોલીસને ધક્કો મારીને ભાગી છૂટેલા અનિલ ઉર્ફે એન્થોની દાહોદ જિલ્લામાંથી પસાર થયા બાદ જિલ્લા પોલીસે કોર્ડન કર્યો હતો. તેમજ ઝાલોદમાં પ્રવેશ કરતા કોર્ડન કરીને પીછો કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તેમજ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી GJ-06-JQ-7864 નંબરની ઇનોવા ગાડી લઈને ભાગ્યો હોવાની વડોદરા કંટ્રોલરૂમથી દાહોદ પોલીસ કંટ્રોલરૂમને મેસેજ પાઠવવામાં આવ્યો હતો. જેથી દાહોદ જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓ એક્શનમાં આવી હતી. દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આવેલા ભથવાડા ટોલ બૂથ પર દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચના ઈન્સ્પેકટર દ્વારા GJ-06-JQ-7864 નંબરની ઇનોવા પસાર થાય તો માહિતી આપવા જાણ કરવામાં આવી હતી.
ભતવાડા ટોલ ટેક્સ પરથી માહિતી મળી કે, ઉપરોક્ત નંબરની ઈનોવા ગાડી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી ચૂકી છે. જેથી દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન પર ઉપરોક્ત નંબર વાળી ઈનોવા ગાડીની નાકાબંધી કરીને ઝડપી પાડવા સૂચના ફરીવાર આપવામાં આવી હતી. ઝાલોદમાં નાકાબંધી દરમિયાન ઉપરોક્ત ગાડી પુરપાટ ઝડપે પસાર થતા પોલીસે પણ તેનો પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ઝાલોદ પોલીસેેેે શહેર વચ્ચે કોર્ડન કરી ઝડપવાનો પ્રયાસ કરતા આરોપી ભાગ્યો હતો, તેને ઝડપીને જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હાથ ધરી છે.