ETV Bharat / state

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ડિજિટલ માધ્યમથી ઉજવણી કરાઈ - celebrated digitally in Dahod district

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મુખ્ય યજમાન પદે દાહોદ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં વિશ્વ આદિવાસી દિનની ડિઝીટલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું. ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉજવણીમાં ડિઝીટલ માધ્યમથી સહભાગી બન્યા હતા.

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ડિજિટલ માધ્યમથી ઉજવણી કરાઈ

author img

By

Published : Aug 9, 2020, 10:47 PM IST

દાહોદ: આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ડિજિટલ માધ્યમથી ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, અંબાજીથી લઇને ઉંમર ગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આદિવાસીઓના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના મહત્વની સાબિત થઇ છે.

દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ડિજિટલ માધ્યમથી ઉજવણી કરાઈ
દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ડિજિટલ માધ્યમથી ઉજવણી કરાઈ

અત્યાર સુધીમાં આદિવાસી સમાજના વિકાસ માટે રૂપિયા એક લાખ કરોડ ખર્ચથી આદિવાસી વિસ્તારોમાં કૃષિ, પાણી, આરોગ્ય, શિક્ષક, વીજળી, રસ્તા અને સામાજિક વિકાસના કામો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઇના કાર્યકાળમાં કેન્દ્ર સરકારે અલાયદા આદિજાતિ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી.

અમારી સરકાર પણ આદિવાસીઓને તેમના અધિકારો આપવા માટે પ્રતિબદ્ધ છે. એટલે જ પેસા એક્ટનો અમલ કરી જમીન અને જંગલના હકો આદિવાસીઓને આપવામાં આવ્યા છે. સવા લાખ આદિવાસીઓને જમીનની સનદો આપવામાં આવી છે. તેમણે ઉપરાંત વિવિધ યોજનાલક્ષી માહિતી આપી હતી અને આદિવાસી સમાજના નરબંકાઓનું પુણ્ય સ્મરણ કર્યું હતું.

સાથે, મુખ્ય પ્રધાને જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં રૂ. 137 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી શિક્ષણ સુવિધાનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે સર્વાંગ વિકાસ માટે શિક્ષણના મહત્વને પણ સમજાવ્યું હતું. ગરબાડા ખાતે થયેલી ઉજવણીમાં ઉપસ્થિત રાજ્યપ્રધાન બચુભાઇ ખાબડે કહ્યું કે, વિશ્વ આદિવાસી દિન આદિવાસીઓના પોતાના તહેવાર સમાન છે. આદિવાસીઓની સંસ્કૃતિની આગવી પહેચાન છે. તેને બરકરાર રાખી સૌએ સાથે મળી વિકાસ પણ સાધવો પડશે.

તેમણે એમ પણ કહ્યું કે, આદિવાસી સમાજના બાળકો સારી રીતે ભણી શકે એ માટે સરકાર દ્વારા એકલવ્ય, મોડેલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. દાહોદને મેડિકલ કોલેજ મળી છે. પેસા એક્ટનો સારી અમલ થતાં વનવાસીઓને તેમના હક્કો મળ્યા છે.

વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સાથે આદિવાસી સમાજના તેજસ્વી સીતારાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ કલેક્ટર વિજય ખરાડી સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.