મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે જિલ્લા પોલીસ વિભાગના મહિલા સુરક્ષા સેતુ દ્વારા તાલુકા પંચાયત મુકામેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકા શાળા મુકામેથી નીકળેલી રેલી શહેરના વિવિધ માર્ગો પર બેનર અને સૂત્રોચ્ચાર સાથે ફરી હતી. દાહોદની તાલુકા શાળાથી કલેકટર વિજય ખરાડી, ડીએસપી હિતેષ જોઈશર અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ પટેલ સહિત પોલીસ અને મહિલા પોલીસ રેલીમાં જોડાયા હતા, દેશમા મહિલા સશક્તિકરણ કરવા માટે મહિલાઓનો આદર શિક્ષણ અને સન્માન આપો એ આપણી ફરજ છે તેવા બેનરો સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરી રેલી તાલુકા શાળામાં સમાપન થઈ હતી.
આ રેલીમાં મહિલા પોલીસ સહિત અન્ય મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 1 ઓગસ્ટથી 15ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડિયાનો કાર્યક્રમ ચાલશે