લીમખેડાના પાલ્લી મુકામે યોજવામાં આવેલા નવરાત્રી મહોત્સવમાં પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી માતાજીની પુજા અર્ચના કરી હતી. આ નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત લોકોએ દાંડિયારાસની રમઝટની વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ માટેની વિસ્તૃત માહિતી આપી હતી. લીમખેડા પ્રાંત અધિકારી ડી. કે હડીયેલે ઉપસ્થિત નગરજનોને મતદાર યાદીમાં રહેલી ભુલોના સુધારા-વધારા કરવા આહ્વાન કર્યું હતું.
આ ઉપરાંત લીમખેડા મામલતદાર તેજસ ચૌધરીએ જણાવ્યું કે, નવરાત્રી જે રીતે પાવન પર્વ છે, તે જ રીતે લોકશાહીમાં ચૂંટણી પાવન પર્વ છે અને તે માટે ચૂંટણી કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે.
ચૂંટણીપંચ દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી મતદારયાદીમાં રહેલી ભુલોના સુધારા-વધારા માટે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જે કાર્યક્રમ દરમિયાન મતદારોએ પોતાની ભુલો સુધારી હતી. જેના માટે મામલતદાર કચેરી, સી.એચ.સી સેન્ટર પર જઇ સુધારો પણ કરાવી શકે છે. તેટલું જ નહીં ચૂંટણીપંચની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના દ્વારા પણ સુધારો કરી શકાય છે અને નવરાત્રી દરમિયાન જ વહીવટી તંત્ર દ્વારા એક કાઉન્ટર શરૂ કરીને લોકોના ચૂંટણી કાર્ડ શરૂ કરીને લોકોના ચૂંટણી કાર્ડમાં રહેલા તમામ ફેરફારો સુધારીને વેરિફિકેશન કરવામાં આવ્યું હતું અને તેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો.