- વડોદરા જીએસટી વિભાગે પાડ્યાં દરોડા
- દાહોદમાં નામાંકિત મીઠાઇ અને ફરસાણની દુકાનો સહિત
- આઠ સ્થળો પર જીએસટીની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
દાહોદઃ દાહોદમાં મીઠાઇ ફરસાણની નામાંકિત દુકાનો આવેલી છે જેમાં રતલામ નમકીન , શ્રી કૃષ્ણ સ્વીટસ, અભિષેક નમકીનનો સમાવેશ થાય છે તેની સાથે 8 સ્થળોએ આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનો પર જીએસટી વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. છેલ્લા કેટલાંક સમયથી જીએસટી તમામ વસ્તુઓના વેચાણ પર ફરજિયાત કરવામાં આવ્યો છે.
દિવસભર ચાલી તપાસ
દાહોદમાં ફરસાણની દુકાનો તૈયાર થતાં માલ પર અત્યાર સુધી ખરેખર કેટલો જીએસટી લાગે તે વસૂલવામાં આવે છે વગેરેની તપાસ માટે સેન્ટ્રલ જીએસટી ટીમે દાહોદમાં આવેલી મીઠાઇ ફરસાણની દુકાનો પર જીએસટી કપાત અંગે ચેકીંગ હાથ ધર્યુ હતું. જીએસટીની ટીમ દ્વારા હિસાબકિતાબ તપાસ કરીને જીએસટીનો તાલમેલ મેળવવાની પ્રક્રિયા દિવસ દરમિયાન ચાલી હતી.