ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 45 થયો - દાહોદ આરોગ્ય વિભાગ

દાહોદમાં  કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા 133 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા. જે પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે દેવગઢ બારીયા તાલુકાના બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 11 થયો છે.

દાહોદ
દાહોદ
author img

By

Published : Jun 12, 2020, 9:23 AM IST

દાહોદ: દાહોદમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય અને વહીવટી તંત્ર માટે ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા 133 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા હતા. જે પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે દેવગઢ બારીયા તાલુકાના બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 11 થયો છે.

દાહોદ
દાહોદ

કોરોના મહામારીમાં દાહોદ જિલ્લામાં 133 જેટલાં સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 131ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે દેવગઢ બારીયાના રહેવાસી અને અમદાવાદ મુકામે સિક્યુરિટીમાં કામ કરતા 68 વર્ષીય કોરોના પોઝિટિવ જસવંતસિંહ બહાદુરસિંહ પરમારની તબિયત સારી ન હોવાથી બારીયા તેમના પુત્ર પાસે આવ્યા હતાં. તેમજ બારીયાના પતંગડી ગામે પીએચસી ખાતે સીએચઓ તરીકે નોકરી કરતા શૈલેષભાઇ વાળંદ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.

આરોગ્ય વિભાગે ઉપરોક્ત બન્ને કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પીટલ મોકલી તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરાઇ હતી. આમ દાહોદમાં અત્યાર સુધીમાં કુલ 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જે પૈકી 34 લોકો કોરોના મુક્ત થતાં તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે હાલ કુલ 11 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.