દાહોદ: ગણેશ મહોત્સવનું 10માં દિવસે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે દાહોદમાં ગણેશ વિસર્જન કરતી વેળાએ ભાઈ-બહેન પાણીમાં ડૂબવાના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિકો અને તરવૈયાઓ દ્વારા પાણીમાં શોધખોળ કરી હતી.
પાણીમાં શોધખોળ: ઝાલોદ તાલુકાના રળિયાતી ભુરા ગામે રહેતા મૂનિયા નિલેશભાઈના ઘરે ગણેશ સ્થાપના કરી હતી. જેનો દસમો દિવસ હોવાથી પરિવારજનો અને આસપાસ રહેતા પાડોશીઓ દ્વારા તેનું વિસર્જન કરવાનું નક્કી કર્યું હતું.નિલેશભાઈની પુત્રી અને પુત્ર પણ તળાવમાં ગણેશ વિસર્જન કરતી વેળાએ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જતા બાળકો ડૂબવા વાત વાયુવેગે ફેલાતા સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સ્થાનિકો અને તરવૈયા દ્વારા પાણીમાં શોધખોળ કરાઈ હતી
બન્ને બાળકોને બહાર કાઢવામાં આવ્યા: પ્રત્યક્ષદર્શી કાળુભાઈ ડામોર અનુસાર "બન્ને બાળકોને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં જ્યાં તેઓ મૃત્યુ પામેલા હોવાથી પોલીસે અકસ્માતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના થી રળિયાતી ભુરા ગામે મુનિયા પરિવાર ગોજારી ઘટનાથી ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું."
ચેતવણી આપવામાં આવી: ગણેશ ઉત્સવ દરમિયાન, ગામડાઓ અને શહેરોમાં વિવિધ સ્થળોએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. જેમાં વહીવટી તંત્ર પોલીસ તંત્ર ફાયર વિભાગ દ્વારાના બાળકોને તળાવ નદીમાં નહિ જવા માટે ચેતવણી આપવામાં આવ્યા બાદ પણ લોકોએ પોતાની નિષ્કાળજી ના કારણે મોટી હોનારત સર્જાતાં ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે.