ETV Bharat / state

દાહોદમાં આદિવાસીઓએ કર્યું સાંસદ અને ધારાસભ્યનું પુતળા દહન, જાણો શું છે માગ... - reservation protest in gujarat

માલધારી સમાજને અનુસુચિત જનજાતિના પ્રમાણપત્રો આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું પૂતળુ દહન કરવામાં આવ્યુ હતું.

reservation protest in gujarat
આદિવાસીઓએ કર્યું સાંસદ અને ધારાસભ્યોનું પુતળા દહન
author img

By

Published : Jan 25, 2020, 7:55 AM IST

દાહોદઃ માલધારી સમાજના રબારી, ભરવાડ, ચારણ સહિતની જાતિઓને અનુસુચિત જનજાતિના પ્રમાણ પત્ર આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજે ભાજપના સાંસદ અને ધારાસભ્યના પૂતળા દહન સાથે હાય-હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

આદિવાસીઓએ કર્યું સાંસદ અને ધારાસભ્યોનું પુતળા દહન

કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા રબારી, ભરવાડ, ચારણ, માલધારી સમાજ દ્વારા આદિવાસીના પ્રમાણપત્રો માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ગાંધીનગર મુકામે આવેલા બિરસા મુંડા ભવન ખાતે પણ વિરોધને લઇ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. બોગસ આદિવાસી પ્રમાણપત્રો મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઈ રહી છે. તેમજ બોગસ આદિવાસી પ્રમાણપત્રો આપવાના વિરોધમાં દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ સાથે દાહોદ મતવિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેશ ભાભોર વિરૂદ્ધ સૂત્રોચાર કરી તેમનું પૂતળાદહન પણ કરવામાં આવ્યુ હતું. પૂતળાં દહન સાથે સ્થાનિક આદિવાસીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો છે.

Intro:માલધારી સમાજને આદિવાસીઓના પ્રમાણપત્રો આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું પૂતળા દહન કરાયું

માલધારી સમાજના રબારી ભરવાડ ચારણ સહિતની જાતિઓને આદિવાસીઓના પ્રમાણ પત્ર આપવાના વિરોધમાં લીમખેડા મુકામે આદિવાસી સમાજ ભાજપના સાંસદ અને ધારાસભ્ય ના પૂતળા દહન સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમજ તેમના હાય-હાયના નારા સાથે ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતોBody:

કાઠીયાવાડ પંથકમાં વસવાટ કરતા રબારી ભરવાડ ચારણ માલધારી સમાજ દ્વારા આદિવાસીના પ્રમાણપત્રો માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ગાંધીનગર મુકામે આવેલ બિરસા મુંડા ભવન મુકામે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બોગસ આદિવાસી પ્રમાણપત્રો મેળવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ તેમજ બોગસ આદિવાસી પ્રમાણપત્રો આપવાના વિરોધમાં દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે આદિવાસી સમાજના યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ સાથે દાહોદ મતવિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેશ ભાભોર વિરુદ્ધ સૂત્રોચાર સાથે પૂતળાદહન કરવામાં આવ્યુ હતું આ પૂતળાં દહન સાથે સ્થાનિક આદિવાસીઓ દ્વારા સાંસદ અને ધારાસભ્ય સામે રોષ ઠાલવવામાં આવ્યો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.