દાહોદ: દાહોદ તાલુકાના બોરખેડા ગામે રહેતી 23 વર્ષીય મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટનાથી ડોક્ટર્સ તેમજ સ્ટાફ સહિત પરિવારજનોમાં પણ આનંદ સાથે આશ્ચર્ય ફેલાયું હતું.
દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલમાં જનેતાએ એક સાથે 4 બાળકોને જન્મ આપતા શહેરભરમાં વાયુવેગે આ સમાચાર ફેલાતા સમગ્ર શહેરવાસીઓમાં કુતુહલ સાથે આશ્ચર્ય ફેલાયું છે.
દાહોદ તાલુકાના બોરખેડા ગામે રહેતી 23 વર્ષીય પસાયા રેખાબેન સુભાષભાઈને પ્રસુતિ પીડા ઉપડતા તેને દાહોદની પડવાલ વુમન્સ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. આ હોસ્પિટલના તબીબો દ્વારા આ મહિલાનું સિઝેરીયન કરી ડિલીવરી કરવામાં આવી હતી. ડિલીવરી થતાજ મહિલાના ગર્ભમાંથી એક સાથે 4 બાળકોનો જન્મ થતા ઉપસ્થિત તબીબ સહિત હોસ્પિટલના સ્ટાફ મિત્રોમાં સ્તબ્ધતા સાથે આશ્ચર્ય ફેલાયું હતું.
મળતી માહિતી પ્રમાણે 24 વર્ષીય રેખાબેનને અગાઉ 6 વર્ષ પહેલા પહેલી ડિવીલરી થઈ હતી જેમાં પણ એક દીકરાએ જન્મ આપ્યો હતો ત્યારે આજે આ મહિલાને પુનઃ ડિલીવરી આવતા એક સાથે ચાર બાળકો આવતર્યા હતા.
આ મહિલાને અધુરા માસે એટલે આઠમો મહિનો પુરો થવામાં અઠવાડિયું બાકી હતુ અને ડિલીવરી થઈ હતી. હોસ્પિટલના તબીબના પ્રમાણે હાલ માતા અને તેના ચાર જન્મેલા પુત્રો સ્વસ્થ્ય અને તંદુરસ્ત હાલતમાં છે. આમ, આજના આ કિસ્સાને પગલે હોસ્પિટલ સ્ટાફ સહિત પરિવારજનોમાં ખુશીના માહોલ સાથે આશ્ચર્ય અને કુતુહલ પણ ફેલાયું હતું.