ETV Bharat / state

શિક્ષક દિને દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા - Minister of State Bachu Khabad

દાહોદ જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના પ્રધાન બચુભાઇ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ અને પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.

Teachers were honored
શિક્ષક દિને દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
author img

By

Published : Sep 6, 2020, 1:36 AM IST

દાહોદઃ જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 4 શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના 18 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના પ્રધાન બચુ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ અને પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.

Teachers were honored
શિક્ષક દિને દાહોદ જિલ્લાના 22 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયપ્રધાન બચુ ખાબડે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા અને શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તે શિક્ષક. વિદ્યાર્થીના અને સમગ્ર દેશના ચારિત્ર ઘડતરનું ઉમદા કાર્ય શિક્ષક કરે છે. શિક્ષકનું સ્થાન આપણા દેશમાં ઇશ્વરથી પણ ઊંચું ગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે.

તેમણે જણાવ્યું કે, અહીં સન્માનિત થનારા શિક્ષકોની ભૂમિકા હવે બેવડાય છે. તેમણે હવે બીજા શિક્ષકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનું છે. જિલ્લાના વિદ્યાર્થીને શિક્ષણ માટે કયાંય પણ બહાર ન જવું પડે તેવું શિક્ષણ શિક્ષકોએ આપવાનું છે. સરકાર દ્વારા પણ દાહોદમાં એન્જીનિયરિંગ અને મેડીકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ દેશમાં જ નહીં, વિશ્વસ્તરે પોતાની પ્રતિભા ઝળકાવે તેની જવાબદારી જિલ્લાના 14 હજારથી વધુ શિક્ષકોએ નિભાવવાની છે. તમારે શિક્ષક તરીકે તમારૂ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.

રાજ્ય પ્રધાન બચુ ખાબડે કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને નવા ભારતના નિર્માણમાં નવી શિક્ષણનીતિનું મોટું પ્રદાન રહેશે તેમ જણાવતા કહ્યું કે, નવી શિક્ષણનીતિ સમાનતા, ગુણવત્તા, સુલભતા અને જવાબ દેહિતાના પાયા પર તૈયાર કરવામાં આવી છે. હવે બાળકોને 3 વર્ષની ઉંમરથી જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. અદ્યતન આંગણવાડી તૈયાર કરાશે અને આંગણવાડી કાર્યકતાઓને તાલીમ અપાશે. અલગ અલગ પ્રવાહના વિષયોની પસંદગીમાં વિદ્યાર્થીઓને મોકળાશ રહેશે. ધોરણ 6 થી 8 માં તેમને સ્કીલ પણ શીખવાશે. દર પાંચ વર્ષે આ નીતિનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.

સાંસદ જશવંતસિંહ ભાભારે જણાવ્યું કે, આજનો દિવસ ગૌરવવંતો દિવસ છે. નવા ભારતના નિર્માણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને આપ સૌ શિક્ષકોએ સાકાર કરવાનો છે. અત્યારે જિલ્લામાં એન્જીનિયરિંગ કોલેજ અને મેડીકલ કોલેજ છે. દરેક તાલુકામાં વિજ્ઞાન શાળા અને વિજ્ઞાન મહાવિધાલય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે જિલ્લાના શિક્ષકો ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરની મોટી જવાબદારી છે. બાળકોમાં ચારિત્ર, વિવેક, મર્યાદાનું શિક્ષકે સિંચન કરવાનું છે. શિક્ષકો પોતાની જવાબદારી બખૂબી નિભાવે તો દેશને ઉન્નત-વિકસીત થતાં કોઇ નહી રોકી શકે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશ પારગીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનસંઘર્ષને યાદ કરી તેમનામાંથી સૌ શિક્ષકો પ્રેરણા મેળવે તેમ જણાવ્યું હતું. જિલ્લાના 4 શ્રેષ્ઠ શિક્ષકોને રૂપિયા 15 હજાર, મોમેન્ટો, સાલ, પૂસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તાલુકાના 18 શિક્ષકોને રૂપિયા 5 હજાર, મોમેન્ટો, સાલ, પુસ્તકો આપી સન્માનિ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે, આગેવાન સુધીર લાલપુરવાલા, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ સંસ્થાના યુસુફ કાપડિયા, જિલ્લાના વિવિધ શિક્ષક સંઘના, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.