ETV Bharat / state

તરકડા મહુડી હત્યા કેસ: પોલીસને મળ્યાં આરોપી વિરુદ્ધ પુરાવા - Deputy Collector

દાહોદ: સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યાની ઘટનાથી ખળભળાટ સર્જાયો હતો. પોલીસની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ હત્યાનું કારણ જાણી શકાયું ન હતું. સંજેલી મહિલા PSI દ્વારા નજીકના કુવાનું પાણી ખાલી કરવામાં આવતા ત્યાંથી હત્યા કરવામાં વપરાયેલી કુહાડી મળી આવી હતી. બીજા દિવસે વધુ તપાસ હાથ ધરાતા પથ્થર સાથે બંધાયેલી હાલતમાં કપડાં પણ મળી આવ્યા હતા.

tarkada mahudi murder case
પોલીસને મળ્યાં આરોપી વિરુદ્ધ પુરાવા
author img

By

Published : Dec 13, 2019, 4:59 AM IST

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે 13 દિવસ અગાઉ એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં DIG, DSP, નાયબ કલેકટર, મામલતદાર અને ધારાસભ્ય સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.

પોલીસને મળ્યાં આરોપી વિરુદ્ધ પુરાવા

પોલીસ દ્વારા સઘન શોધખોળ કરાયા બાદ મૃતકના ઘરની નજીકના કૂવામાંથી હત્યા કરવામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી. બીજા દિવસે કૂવાનું પાણી ખાલી કરીને વધુ તપાસ હાથ ધરાતાં પથ્થરમાં લપેટાયેલાં શર્ટ અને પેન્ટ મળી આવ્યાં હતાં. હાલ તો પોલીસને કુહાડી અને મૃતકનાં કપડા મળી આવ્યાં છે. જોકે હત્યાના 13 દિવસ વિતી જવા છતાં આ હત્યા કરવા પાછળનું કારણ શું છે અને હત્યા કોની મદદથી કરવામાં આવી હતી તેની તપાસ કરાઈ રહી છે.

Intro:સંજેલી તરકડા મહુડી કેસમાં હત્યા કરનાર આરોપીના વસ્ત્રો મળી આવ્યા

પથ્થરમાં લપેટાઇ હાલતમાં વસ્ત્રો કૂવામાંથી મળી આવ્યા

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યા ની ઘટનાને લઇ જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ હતી પરંતુ હત્યાનું કારણ જાણી શકાયું ન હતું જ્યારે સંજેલી મહિલા પીએસઆઇ દ્વારા નજીકના કુવાનું પાણી ઉલેચતા હત્યા કરાયેલી કુવાડી મળી આવતાં બીજા દિવસે વધુ તપાસ હાથ ધરતા પથ્થર સાથે લપેટાયેલ હાલતમાં વસ્ત્રો પણ મળી આવ્યા હતા.Body:

સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે ૧૩ દિવસ અગાઉ ભરત પલાસ પત્ની અને ચાર બાળકો મળી કુટુંબના છ સભ્યોની ગળા કાપી સામૂહિક હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવતા જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ડીઆઇજી ડીએસપી નાયબ કલેકટર મામલતદાર ધારાસભ્ય રમેશ કટારા સરપંચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સઘન શોધખોળ ચાલુ કરી હતી જેમાં પિતરાઈ ભાઈ વિક્રમ ની ગળુ કપાયેલી લાશ મોરબી રેલવે ટ્રેક પરથી મળી આવી હતી અને તેને જ હત્યા કરી હોવાનું અનુમાન લગાવાયું હતું તેમજ હત્યા કયા હથિયારથી કરી તેની ચારેકોર શોધ કરાઈ હતી કૂવામાં લોહચુંબક નાખીને પણ તપાસ કરાઇ પરંતુ કોઇ જ હથિયાર મળ્યું ન હતું જ્યારે મંગળવારના રોજ જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર ડીવાયએસપી બિ વિ જાદવ ના માર્ગદર્શન હેઠળ સંજેલી ના મહિલા પી.એસ.આઇ ડી જે પટેલ બીટ જમાદાર ભુરાભાઇ પારગી અને એસઆરપી જવાનોની દ્વારા તરકડા મહુડી ખાતે મૃતકના ઘરની નજીકના જુનવાણી કૂવામાંથી તપાસ માં કુહાડી મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે બીજા દિવસે સવારે કૂવામાનું પાણી ખાલી કરી વધુ તપાસ હાથ ધરતા લાલ કાળા કલરનું શર્ટ તેમજ ચેક્સ વાળો કાળું પેન્ટ પથ્થરમાં લપેટાયેલું મળી આવ્યું હતું જે વિક્રમનું જ હોવાનું જણાઈ આવ્યું છે હાલ તો પોલીસને ૧૩ દિવસ પછી હત્યામાં વપરાયેલી કુહાડી તેમજ વસ્ત્રો મળી આવ્યા છે ત્યારે આ હત્યા કરવા પાછળનું કારણ શું હત્યા કરનાર વિક્રમ એટલો જ હતો કે અન્ય કોઈ વ્યક્તિની મદદથી હત્યા કરવામાં આવી છે જે તરફની તપાસ કરવામાં જેથી આવા બનાવો ફરી ના બને અને હત્યારાઓને તેની પાપની સજા મળે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.