ETV Bharat / state

દાહોદમાં કેટલાક દર્દીઓના શરીરમાં ઓક્સિઝનનું પ્રમાણ 70 ટકા, છતાં કોરોનાના લક્ષણો ના દેખાયા - Corona News

દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના ગંભીર કેસોમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યાનું પ્રમાણ વધારે છે. આવા દર્દીઓની જ સમયસર સારવાર મળે તો તેમેને કોરોના વાઇરસની ગંભીર સ્થિતિમાંથી બચાવી શકાય એમ છે.

દાહોદમાં કેટલાક દર્દીઓના શરીરમાં ઓક્સિઝનનું પ્રમાણ 70 ટકા છતાં કોરોનાના લક્ષણોના દેખાયા

author img

By

Published : Oct 8, 2020, 12:10 PM IST

દાહોદઃ જિલ્લામાં કોરોના વાઇરસના કેસ ગંભીર થઇ રહ્યા છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યાનું પ્રમાણ વધારે છે. આવા દર્દીઓની જ સમયસર સારવાર મળે તો તેમેને કોરોના વાઇરસની ગંભીર સ્થિતિમાંથી બચાવી શકાય છે.

દાહોદમાં કોરોનાના કેસની બાબતમાં વિશ્લેષણ બાબતે કલેક્ટર ખરાડીએ જણાવ્યું કે, જે વ્યક્તિઓની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે અને સાથે શ્વાસ કે અન્ય રોગ હોય તેવા કિસ્સામાં વડીલોએ પોતે તથા તેમના પરિલારજનોએ પણ સતર્ક રહેવું જોઇએ. તેમનામાં શ્વાસ લેવામાં કોઇ તકલીફ થતી હોય કે, કોરોના વાઇરસના અન્ય કોઇ લક્ષય જણાય તો તુરંત તબીબો પાસે આરોગ્યની તપાસ કરાવવી જોઇએ. અન્ય લક્ષણોમાં સ્વાદ કે સુંગધની ખબર ના પડે, તાવ, શરદી કે ખાંસી થઇ હોય તો તુરંત જ કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ.

કેટલાક દર્દીઓના શરીરમાં ઓક્સિઝનનું પ્રમાણ 70 ટકા, છતાં કોરોનાના લક્ષણો ના દેખાયા

ઘરમાં રહેલા વડીલોને રિવર્સ ક્વોરેન્ટાઇન કરવાની સહાય વારંવાર આપવામાં આવે છે. કારણ કે, કોરોના વાઇરસ 60 વર્ષથી ઉંમરના દર્દીઓને વધુ ગંભીર અસર પહોંચાડી શકે છે. ઘરમાં પણ તેમની સાથે સામાજિક અંતરનું પાલન કરવામાં આવે, તેમનું જમવાનું અલગથી આપવામાં આવે, તેમની સાથે કોઇ પણ પ્રકારનો સીધો સંપર્ક ટાળવામાં આવે તે ઇચ્છનીય છે.

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે, નહીવત્ત હોય તેવા વડીલોનું સતત નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. તેમાંય ખાસ કરીને અનિયંત્રિત ડાયબિટીસ, હાયપર ટેન્શન ધરાવતા હોય તેવા દર્દીઓની વિશેષ તકેદારી રાખવી જોઇએ.

કલેક્ટરે જણાવ્યું કે, દાહોદમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે, ઘરમાં રહેલા વડીલને તાવ શરદી કે ખાંસી થઇ હોય તો હમણા મટી જશે, એવું માનીને તબીબો પાસે તપાસ કરાવવા માટે મોડં કરે છે અને તેના કારણે કોરોના વાઇરસના સંજોગોમાં કેસ ગંભીર બની જાય છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અન્ય ખાનગી તબીબોને અપીલ કરતા ખરાડીએ ઉમેર્યું કે, તેમની પાસે કોરોનાના કોઇ પણ શંકાસ્પદ દર્દીઓ આવે તો કોઇ પણ જાતનો વિલંબ કર્યા વિના સારવાર માટે તેને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં મોકલી આપવા. જેથી, સમયસર સારવાર મળી જતા કેસને ગંભીર થતાં અટકાવી શકાય તો બીજી બાજુ એવા પણ કિસ્સા ધ્યાને આવ્યા છે કે, શરીરમાં 70 ટકા ઓક્સિજન મળતો હોય તો પણ તે દર્દીઓને કોરોના વાઇરસના કોઇ પણ લક્ષણો જણાતા નથી.

જેને હેપી હાઇપોક્સીઆની સ્થિતિ કહેવામાં આવે છે, આવા સંજોગોમાં દર્દી જો તબીબની દેખરેખ હેઠળ હોય તો ગંભીર બાબત નિવારી શકાય છે. ઘણા કિસ્સામાં સાયટોકાઇ સ્ટ્રોમ પણ આવે છે. જેમાં શરીરની રોગપ્રતિકાર શક્તિ વધુ પ્રમાણમાં એક્ટિવ થઇ જવાથી નુકસાન કરે છે. આવા કેસમાં પણ દર્દીને સતત ઓબઝર્વેશન હેઠળ રાખવા જરૂરી બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.