ETV Bharat / state

શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં છૂટક સામાન ખરીદનાર પર પ્રતિબંધઃ દાહોદ કલેક્ટર - દાહોદ સમાચાર

દાહોદ જિલ્લામાં લોકડાઉન થયાના ચોથા દિવસે ફળ ફ્રૂટ અને શાક માર્કેટમાં છૂટક ખરીદી કરવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ રહ્યી હતી. જેથી કલેક્ટરે પ્રતિબંધ લગાવ્યો છે.

શાકભાજી અને ફ્રુટ માર્કેટમાં છૂટક સામાન ખરીદનાર પર પ્રતિબંધ-કલેક્ટર

author img

By

Published : Mar 29, 2020, 8:59 AM IST

દાહોદઃ જિલ્લામાં લોકડાઉન થયાના ચોથા દિવસે ફળ ફ્રૂટ અને શાક માર્કેટમાં છૂટક ખરીદી કરવા માટે લોકોની ભીડ એકત્રિત થઈ રહી હતી. છે જેથી કોરોના વાઇરસને સંક્રમણ થવાની શક્યતા વધી ગઇ હતી. જેથી જિલ્લા કલેક્ટરે અગમચેતીના ભાગરૂપે શાકભાજી માર્કેટમાંથી છૂટક ખરીદી કરવા જનારા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

શાકભાજી અને ફ્રૂટ માર્કેટમાં છૂટક સામાન ખરીદનાર પર પ્રતિબંધઃ દાહોદ કલેક્ટર
દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસના ફેલાવાના અટકાવવા માટે 24 કલાક જરૂરી પગલા સમયાંતરે ભરવામાં આવી રહ્યા છે. દાહોદ શહેરના ગરબાડા ચોકડી પર આવેલી શાકભાજી માર્કેટ મુકામે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જેના કારણે મોટી ભીડ થવાથી કોરોના વાઇરસના સંક્રમણ થવાની શક્યતા વધી ગઇ હતી.

દાહોદ જિલ્લાના કલેક્ટર દ્વારા શાકમાર્કેટમાં સવારના સમયે ખરીદી કરનાર લોકો પર શાક માર્કેટમાં આવવાનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે ફક્ત શાક માર્કેટમાંથી જથ્થામાં શાકભાજી ખરીદનારાઓને પ્રવેશી શકશે, તેવું દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જણાવવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ વધુમાં જણાવ્યું હતુ કે, દાહોદ શહેરમાં નિર્ધારીત કરવામાં આવેલી નવ જગ્યાઓ પર શહેરીજનોને સરળતાથી જીવનજરૂરી શાકભાજીઓ મળી રહેશે. જેથી છુટક શાકભાજી લેવા માટે શાકભાજી માર્કેટની જગ્યાએ નિર્ધારિત શાકભાજીના વેચાણ સ્થળો પર જઈને મેળવી લેવા અનુરોધ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.