ETV Bharat / state

દાહોદમાં કોરોનાના ખતરાને ટાળવા જિલ્લા ન્યાયાધીશનો નિર્ણય, પક્ષકારોની હાજરી મરજીયાત

દાહોદ જિલ્લાના છાપરી મૂકામે આવેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે સ્વચ્છતા અને અગમચેતીના વિવિધ પગલાં સ્વરૂપે ૩૧ માર્ચ સુધીમાં કોર્ટમાં પક્ષકારોની તેમના કેસની સુનાવણી દરમિયાન પક્ષકારોને હાજરી મરજીયાત કરવામાં આવી છે.

દાહોદ
દાહોદ
author img

By

Published : Mar 19, 2020, 3:48 AM IST

દાહોદઃ જિલ્લાના છાપરીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા કોરોના વાયરસના સંભવિત ખતરાને ટાળવા માટે ૩૧ માર્ચ સુધીમાં કોર્ટમાં પક્ષકારોની તેમના કેસની સુનાવણી દરમિયાન પક્ષકારોને હાજરી મરજીયાત કરવામાં આવી છે. જરૂર પડ્યે જેલના આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓને એરગનથી ચકાસણી કરવા નો નિર્ણય કરાયો છે.

દાહોદમાં કોરોનાના ખતરાને ટાળવા જિલ્લા ન્યાયાધીશનો નિર્ણય, પક્ષકારોની હાજરી મરજીયાત

દાહોદ જિલ્લાના છાપરી મૂકામે આવેલી મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં કોરોના વાયરસ સંદર્ભે ચીફ જસ્ટિસ દ્વારા સઘન પગલાં ભરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કોરોનો વાયરસ સામે લેવામાં આવેલા સાવચેતીના પગલા અંગે ચીફ જસ્ટીસ આર.એમ વોરાના આદેશ મુજબ એડિશનલ ડિસટીક સેશન્સ ન્યાયાધીશ વી. આર. રાવલે જણાવ્યું કે, કોર્ટના પ્રવેશદ્વાર ઉપર ટેમ્પરેચર ગન દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ એક ટેબલ ઉપર હેડ સેનિટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, હાઈકોર્ટના આદેશ મુજબ દાહોદની વિવિધ કોર્ટમાં માત્ર તાકીદના કેસોની સુનાવણી કરવામાં આવશે. તેમાં પક્ષકારોને હાજરી અનિવાર્ય હોય તો જ તેમને આવવા દેવામાં આવશે. જો જરૂર પડે તો જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગથી પણ આરોપીઓની જુબાની લેવામાં આવશે. વકીલ મંડળ પણ આ બાબતે ઠરાવ કર્યો છે. વકીલો પણ બાર રૂમમાં કે પુસ્તકાલયમાં લાંબા સમય સુધી બેસી રહેવાનું ટાળશે.

જિલ્લા કોર્ટ દ્વારા ઉપરોક્ત બાબતોને સાંકળતી માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, ન્યાયિક અધિકારીઓ-કર્મચારીઓ નમસ્તે મુદ્રામાં અભિવાદન કરશે, હાથ સાફ કરશે, કોર્ટમાં પક્ષકારો તથા પોલીસને કોર્ટ પરિસરમાં સામૂહિક રીતે એકઠા ન થવા જણાવ્યું છે. આ ઉપરાંત કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બાયોમેટ્રિક હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ ઉપરાંત કોર્ટમાં દિવસમાં બે વખત ફોગીંગ કરીને સફાઇની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે કોરોના વાયરસ સામે સલામતી ના પગલા માં સહયોગ આપવા નાગરિકોને કોર્ટ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.