ETV Bharat / state

મતદાનના દિવસે EVMમાં તોડફોડ બાદ દાહોદમાં ફેર મતદાન, સવારથી જ મતદારોની લાંબી લાઈનો

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. તે દરમિયાન ઝાલોદ તાલુકાના ઘોડિયા મતદાનમથકે ઈવીએમમાં તોડફોડ સાથે બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ થયો હતો. આ મતદાનમથકનું ચૂંટણી વિભાગે મતદાન કરીને આજે સોમવારની સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન શરૂ કરાવ્યું હતું.

દાહોદના ઘોડિયા મતદાનમથક પર આજે ફરી મતદાન થયું

author img

By

Published : Mar 1, 2021, 12:41 PM IST

Updated : Mar 1, 2021, 1:16 PM IST

  • દાહોદ જિલ્લાના ઘોડિયા મતદાનમથક પર 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ
  • સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 12 ટકા મતદાન નોંધાયું
  • મતદાનમથકે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
  • ઈલેક્શન અને પોલીસે મતદાનમથકને નજરકેદ કર્યું
    મતદાનમથકે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

દાહોદઃ ગઈકાલે ઘોડિયા મતદાનમથક પર ઈવીએમમાં તોડફોટ થતા ફરી મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દાહોદ અને ઝાલોદમાં નગરપાલિકા તેમજ જિલ્લામાં સમાવિષ્ટ 9 તાલુકા પંચાયતની 238 બેઠકો અને જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે રવિવારે 1633 બેઠકો પર મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ થયેલા મતદાન દરમિયાન જિલ્લા પંચાયતની વગેલા બેઠકના ઘોડિયા બૂથ પર બપોર બાદ બુટ્ટી અને ઈવીએમમાં તોડફોડની ઘટના ઘટી હતી. આથી ઈલેક્શન વિભાગ દ્વારા તાત્કાલિક મતદાન રદ કરાવી અને ફેરમતદાન નિર્ણય કર્યો હતો

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ થયું

વહેલી સવારે 7 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ લોકો નિર્ભયપણે આવીને મતદાન કરતા જોવા મળી રહ્યા છે. મતદાનમથક પર ઘોડિયા ગામ વિસ્તારના મતદારો સવારથી બૂથ પર આવીને મતદાન કરવા માટે કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. દરેક મતદાર એક એક કરીને લાઈનમાં મતદાન મથકની અંદર જઈને મતદાન કરી રહ્યા છે. સવારે 9 વાગ્યા સુધી મતદાનમથક પર 12 ટકા મતદાન નોંધાવા પામ્યું છે.

દાહોદ જિલ્લાના ઘોડિયા મતદાનમથક પર 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ

રવિવારે થયેલા હોબાળા બાદ પોલીસ અને ચૂંટણી વિભાગ મતદાનમથક પર રાખી રહ્યું છે નજર

ગઈકાલે રવિવારની ઘટનાને લઇને જિલ્લા ચૂંટણી વિભાગને જિલ્લા પોલીસ પ્રશાસન મતદાન મથકે સતત નજર રાખી રહ્યું છે અને દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવેલા જોવા મળ્યા છે.

Last Updated : Mar 1, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.