દાહોદઃ કોરોના વાઇરસની મહામારીના પગલે લાગેલા લોકડાઉનના ચુસ્ત અમલ માટે પેટ્રોલીંગમાં નીકળેલી ઝાલોદ પોલીસે બાતમીના આધારે અનવરપુરા ગામેથી મિરાજનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો.
કોરોના વાઇરસ મહામારીના પગલે લાગેલા લોકડાઉનના ચુસ્ત અમલ માટે પેટ્રોલીંગમાં નીકળેલી ઝાલોદ પોલીસે બાતમીના આધારે અનવરપુરા ગામેથી મિરાજનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે 7,26,800નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે આવેલા ઈટના ભઠ્ઠા પાસે બિન આવશ્યક વસ્તુ ભરેલો ટ્રક ઉભો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી લોક ડાઉનમાં પેટ્રોલીંગ કરવા નીકળેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ની ચકાસણી કરતા ચાલક મળી આવ્યો ન હતો.
બિનવારસી ટ્રક નંબર GJ 20 V 7173માં ચકાસણી કરતા તેની અંદર મુકેલા મિરાજ તમાકુના બોક્સ જોવા મળ્યા હતા. પોલીસે પંચોની રૂબરૂમાં બિનવારસી ટ્રકમાંથી જીવન જરૂરીયાત આવશ્યક ચીજવસ્તુ સિવાયની મિરાજ તમાકુના 27 કાર્ટૂનના બોક્સ મળી આવ્યા હતા.
આ મિરાજ તમાકુ ભરેલી એક બોક્સની કિંમત 1034 મળી કુલ 226800ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મિરાજ તમાકુ સાથે રૂપિયા પાંચ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા 726800નો મુદ્દામાલ ઝાલોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.