- રાજ્યમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર યોજવામાં આવી ઉજવણી
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો
- વડાપ્રધાન મોદી વર્ચુઅલ રીતે લાભાર્થી મહિલા સાથે કર્યો વાર્તાલાપ
દાહોદ : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી રહી છે. આ ઉજવણીના ત્રીજા દિવસે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં દાહોદ કોલેજ ગ્રાઉન્ડ મુકામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌને અન્ન, સૌને પોષણ સૂત્ર સાથે અનેક લાભાર્થીઓને લાભ મળે એવી યોજનાઓનો સેવાયજ્ઞનો કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi ) પણ આપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ( PradhanMantri Garib Kalyan Anna Yojana )કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.
આ પણ વાંચો: ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાન મોદીએ કહ્યું- "રાજકોટનું ઋણ ક્યારેય નહીં ભુલાય"
3.5 કરોડ લાભાર્થીઓ 5 કિલો અનાજ અપાશે
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ હેઠળના આપવામાં આવતા નિ:શુલ્ક રાશનમાં વધારાનું 5 કિલો અનાજ લગભગ 3.5 કરોડ લાભાર્થીઓને ગુજરાતમાં 6 મહિના સુધી આપવાનો કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ શુભારંભ સાથે ગુજરાતમાં આવેલી 17,000 સસ્તા અનાજની દુકાનો પરથી ૩.૫ કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
ગરીબોનું જીવનધોરણ ઉંચુ લાવવા યોજનાનો શુભારંભ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે લાખો લાભાર્થીઓને સસ્તા અનાજની દુકાન પરથી જ મફત અનાજ આપવાનું શરૂ કરાયું છે. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, ગરીબોને ધ્યાનમાં રાખીને તેમનું જીવનધોરણ સ્તર ઉંચુ આવે તે માટે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ટીકાકારો કહેતા હતા કે, કોરોનામાં ભૂખમરો થશે જેના બદલે આજે વડાપ્રધાનની આ યોજનાના કારણે દેશમાં એક પણ લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હોવાનું બન્યું નથી.
આ પણ વાંચો: PM Modiએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ગુજરાતના લાભાર્થીઓ સાથે સંવાદ કરી તેમનો અનુભવ જાણ્યો
મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું કીટનું વિતરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ બેઠક દ્વારા દાહોદ જિલ્લાના જાલદ ગામની મહિલા સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપ દરમિયાન સસ્તા અનાજની દુકાનમાંથી સમયસર અનાજ મળી રહે છે કે કેમ, તેની પૃચ્છા કરવામાં આવી હતી. મહિલાએ પણ અનાજ સારી રીતે મળે છે, તેમજ તેમની એક દીકરીને સારી રીતે ભણાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા દાહોદ જિલ્લાના લાભાર્થીઓને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી.