દાહોદ: PM મોદી 3 દિવસના ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) હતા. PM મોદીની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલન (Adivasi Mahasammelan In Dahod) યોજાયું હતું. આ કાર્યક્રમમાં PM મોદી ઉપરાંત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PM મોદીએ અનેક કામોની (Development Works For Dahod) જાહેરાત કરી. PM મોદીએ આ કાર્યક્રમમાં કુલ રૂપિયા 21 હજાર કરોડથી વધુના રૂપિયાના વિકાસ કાર્યોનું શિલાન્યાસ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
આદિવાસી ભાઈઓનો વિસ્તાર મારું કાર્યક્ષેત્ર હતો- આ કાર્યક્રમમાં PM મોદીએ (PM Modi In Dahod) પોતાના સંબોધનમાં કહ્યું કે, દાહોદ હવે મેક ઇન ઇન્ડિયા (Make In India In Dahod)માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. PM મોદીએ કહ્યું કે, આપણાં ત્યાં એક પ્રાચીન કહેવત છે કે આપણે જ્યાં રહીએ છીએ તેનો આપણા પર ગંભીર પ્રભાવ પડે છે. તેમણે વધુમાં કહ્યું કે, મારા જાહેર જીવનના શરૂઆતના સમયગાળા દરમિયાન ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી ભાઈઓનો વિસ્તાર (tribal area in gujarat) મારું કાર્યક્ષેત્ર હતો. આદિવાસીઓની વચ્ચે રહેવાનું, તેમની પાસેથી શીખવા અને સમજવાનું મેં જાણ્યું છે. હું માથું નમાવીને કહી શકું છું કે ભારતનો કોઈપણ આદિવાસી પ્રદેશ હોય આદિવાસી ભાઈ-બહેનોનું જીવન પાણી જેવું શુદ્ધ હોય છે.
આ પણ વાંચો: Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM
ઋણ ચૂકવવાનો મોકો મળે તો છોડતો નથી- દેશના વડાપ્રધાને તેમના સંબોધન (PM Modi Dahod Speech)માં કહ્યું કે, આદિવાસી ભાઇ-બહેનોની નાની-નાની મુશ્કેલીઓને દૂર કરવાનો આજે ભારત અને ગુજરાત સરકાર એટલે કે ડબલ એન્જીનની સરકાર એક સેવાભાવથી સફળ પ્રયાસ કરી રહી છે. તેમણે આગળ કહ્યું કે, આપ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં આવ્યા અને આશીર્વાદ આપ્યા. હું તો તમારા ઘરનો માણસ છું,તમારી વચ્ચે મોટો થયો છું. તમારી પાસેથી ઘણું શીખીને આગળ ગયો છું. મારા ઉપર તમારુ બહુ મોટુ ઋણ છે અને એટલા માટે જ્યારે તમારુ ઋણ ચૂકવવાનો મોકો મળે તો કોઇ દિવસ મોકો જતો નથી કરતો.
દાહોદને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે- PM મોદીએ કહ્યું કે, આજે દાહોદ અને પંચમહાલના વિકાસ (Development Works In Panchmahal)ને લગતા 22 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સમાં પીવાના પાણીની યોજનાનો પણ સમાવેશ થાય છે. બીજો દાહોદને સ્માર્ટ સિટી બનાવવા સંબંધિત પ્રોજેક્ટ (dahod smart city project) છે. પાણીના આ પ્રોજેક્ટથી દાહોદના સેંકડો ગામોની માતા-બહેનોનું જીવન ખૂબ જ સરળ બનવા જઈ રહ્યું છે.
20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેક્ટરી સ્થપાશે- સાથે જ PM મોદીએ કહ્યું કે, દાહોદ હવે મેક ઈન ઈન્ડિયા (Dahod Make In India)નું પણ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુલામીના યુગમાં સ્ટીમ લોકોમોટિવ માટે વર્કશોપ હતી હતી હવે તે મેક ઇન ઇન્ડિયાને વેગ આપશે. દાહોદમાં 20 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ફેક્ટરી (electric engine manufacturing in dahod) સ્થપાશે. મેક ઈન ઈન્ડિયા સાથે ભારત હવે વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક બની ગયો છે જે 9 હજાર હોર્સ પાવરના શક્તિશાળી એન્જિનોનું ઉત્પાદન કરે છે.
હજારો લોકો માટે રોજગારીનું સર્જન થશે- PM મોદીએ કહ્યું કે, આજે ભારતીય રેલવેનું ઝડપથી વીજળીકરણ થઈ રહ્યું છે. તે આધુનિક બની રહી છે. માલગાડીઓ માટે અલગ રૂટ બનાવવામાં આવી રહ્યા છે. વિદેશોમાં ઈલેક્ટ્રિક એન્જિનની માંગ ઝડપથી વધી રહી છે, જેને પૂરી કરવામાં દાહોદ મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે. આ નવી ફેક્ટરીની સ્થાપનાથી હજારો લોકોને કામ મળશે.
PM મોદીના નેતૃત્વમાં છેવાડા વ્યક્તિઓને લાભ મળી રહ્યો છે- ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દાહોદ જિલ્લો એટલે ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાતો વિસ્તાર. દરરોજ સવારે સુર્યનું પહેલું કિરણ દાહોદમાં પ્રવેશી આખા ગુજરાતને ઝળહળે છે. આજે આદિવાસી પંથકને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે મળનારી વિકાસના કામોની ભેટથી આદિવાસી વિસ્તાર ઝળહળશે. મુખ્યપ્રધાને કહ્યું કે, આજે એક જ દિવસમાં 21 હજાર કરોડથી વધુના વિકાસના કામોની ભેટ મળનારી છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગરીબો, વંચિતો, પીડિતો, સાગરખેડૂઓ અને છેવાડાના વ્યક્તિઓને વિકાસનો લાભ મળી રહ્યો છે.