દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પખવાડિયામાં દાહોદ(Prime Minister Narendra Modi) જિલ્લામાં જાહેર સભા સંબોધન સાથે જિલ્લામાં 644.19 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. દાહોદ જિલ્લામાં સ્માર્ટ સીટી અંતર્ગત થયેલા 300 કરોડના વિકાસ કામો(PM Modi Gujarat Visit) સાથે અન્ય પૂર્ણ થયેલા કામો મળી 1761.23 કરોડના વિકાસનાકામોનું લોકાર્પણ કરનાર છે. વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને મુલાકાત સાથે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવી છે. જિલ્લામાં 11 આંગણવાડી કેન્દ્રો, દેવગઢ બારિયામાં એનિમલ રેસ્ક્યુ સેન્ટર ITI લીમખેડાના નવીન મકાનનું બાંધકામ મનરેગા યોજનાના(Development projects in Gujarat) કામો મળી કુલ 1761.23 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન જાહેર સભા સંબોધન કરશે - વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના ખરોડ (Development projects in Dahod)ગામે આવેલ સબજેલ નજીક જાહેર સભાથી જનમેદનીને સંબોધવાના છે. આ જાહેર( Dahod Municipality )સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સીટી અંતર્ગત 151.04 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીટી સર્વેલન્સ સિસ્ટમ સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ, બી.એમ.આર અને (Prime Minister program in Dahod)ટેલિમેડીસીનનાનું લોકાર્પણ કરનાર છે. તેમજ 6.89 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં આવનારા વરસાદી પાણીના નિકાલ અને તેને ફિલ્ટર કરી ઉપર જળ સ્તર ઉંચુ લાવવા માટે બનાવવામાં આવેલા 125 રેઇન વોટર હાર્વેસ્ટિંગ લોકાર્પણ કરાશે. તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ કલેકશન પ્રોજેક્ટનું તેમજ નગરપાલિકા વિસ્તારમાં 36.89 કરોડના ખર્ચે બની રહેલા સિવરેજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃ Gujarat Ayurved University : દેશના વડાપ્રધાન મોદીએ આયુર્વેદિક યુનિવર્સિટીને અત્યાર સુધીમાં શું આપ્યું જાણો
દાહોદમાં વિવિધ કામોના લોકાર્પણ - દાહોદ શહેરમાં રૂપિયા 450 કરોડના ખર્ચે તૈયાર થયેલ ઝાયડસ મેડિકલ કોલેજની (Dahod Zydus Medical College)બનેલી 750 બેડની હોસ્પિટલ તેમજ વિદ્યાર્થીઓને રહેવા માટેના ક્વાટર્સનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ 1.29 કરોડના ખર્ચે બનેલ નાયબ પોલીસ અધિક્ષકની મહિલા કચેરીનું લોકાર્પણ થશે.
દાહોદમાં લોકાર્પણના કામો - આ લોકાર્પણ કામો સાથે સાથે દાહોદ જિલ્લામાં બાકી રહેલા વિકાસકામો પૈકી દાહોદ સ્માર્ટ સિટીમાં 175 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, લાઇબ્રેરી, પ્રાઇમરિ સ્કૂલ. ટ્રક ટર્મિનલ, અને એનિમલ સેલ્ટર, દાહોદ નગરપાલિકા બિલ્ડીંગ, ટ્રાઇબલ મ્યુઝિયમના નવીન બિલ્ડિંગ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ ગ્રામ પંચાયતોને ગ્રામ પંચાયત ઘર અને પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ તૈયારી - આ કાર્યક્રમ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા દાહોદ જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય સચીવ પંકજ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આદિજાતિ વિકાસ વિભાગના સચીવ ડૉ. એસ. મુરલીક્રિશ્ના, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ.બી. વસાવા, આદિજાતિ વિકાસ નિયામક દિલીપકુમાર રાણા, પંચમહાલના કલેક્ટર સુજલ મયાત્રા, દાહોદના જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, પંચમહાલના જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.