ETV Bharat / state

દવાઓની સાથે મેડીકલ ઉપકરણો ખરીદવા માટે પણ લોકો જાગૃત થયા: જુઓ વિશેષ અહેવાલ - સ્પેશિયલ સ્ટોરી

કોરોના વાઇરસ મહામારીને પગલે અનેક લોકો પોતાની જીવનશૈલી બદલવા માટે પ્રેરિત થયા છે. જેમ જેમ દરરોજ કોરોના કેસના આંકડાની અપડેટ લોકો મેળવતા થયા છે તેમતેમ ઘરમાં દવાઓ રાખવા ઉપરાંત અન્ય મેડીકલ સાધનો વસાવવાનું પણ ચલણ વધ્યું છે. જેને પગલે દવાની દુકાનોમાં ઓક્સીમીટર, થર્મોમીટર, વેપોરાઇઝરની પણ માગ વધી છે.

દવાઓની સાથે સાથે મેડીકલ ઉપકરણો ખરીદવા માટે પણ લોકો થયા જાગૃત

author img

By

Published : Sep 17, 2020, 7:40 PM IST

દાહોદ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના ઉત્તરોતર વધી રહેલા સંક્રમણના કારણે દાહોદ જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર સતત ચિંતાતુર જોવા મળી રહ્યું છે. જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ નિયંત્રણ હેઠળ લાવવા માટે આરોગ્ય અને વહીવટી તંત્રના અનેક પ્રયાસો છતાં પણ દિન-પ્રતિદિન પોઝિટિવ કેસો વધી રહ્યા છે.

દવાઓની સાથે સાથે મેડીકલ ઉપકરણો ખરીદવા માટે પણ લોકો થયા જાગૃત
દવાઓની સાથે સાથે મેડીકલ ઉપકરણો ખરીદવા માટે પણ લોકો થયા જાગૃત

આરોગ્ય વિભાગ દ્વારા ટેમ્પરેચર વધી જવું, શરીરમાં દુ:ખાવો, ઉધરસ આવવી, ગળામાં ખરાશ અને શ્વાસ લેવામાં તકલીફ પડવી અને શરદી-ખાંસી જેવા કિસ્સામાં તબીબની સલાહ લેવા જણાવવામાં આવ્યું છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા કોરોના કાળની શરૂઆતથી જ મેડિકલ સ્ટોર પરથી તાવની ચકાસણી, ઓક્સિજન લેવલ ચકાસવા અને ડાયાબિટીસ માપવા માટેના મેડિકલ ઉપકરણોની ખરીદી કરી રહ્યા છે. આ સાધનોમાં ઓક્સીમિટર, ઇન્ફ્રારેડ, થર્મોમિટર, સેનીટાઇઝર, માસ્ક સહિતના સાધનોની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે.

આ અંગે તૃષ્ણા પર્વતીયા જણાવે છે કે પોતે ડાયાબિટીસના દર્દી હોવાના કારણે લોકડાઉન થતાં સુગર,બીપી અને તાવ માપવા માટે ઓક્સીમીટર-થર્મોમીટર સહિતના સાધનો ઘરમાં વસાવ્યા હતાં આ વસાવેલા સાધનો કોરોના કાળ દરમ્યાન તેમના માટે ઘણા ઉપયોગી નીવડ્યા છે.

દાહોદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ગિરીશ શર્માએ જણાવ્યું હતું કે કોરોના સાથે લોકોમાં જાગૃતતા આવી છે જેના કારણે લોકો વિવિધ મેડિકલ સાધનો વસાવી રહ્યા છે અને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત થઈ સારવાર માટેની દવાઓ લઇ રહ્યા છે.

શહેરીજનોમાં જાગૃતતા આવી છે પરંતુ ગ્રામ્ય પંથકમાં જાગૃતિના અભાવે હજી પણ કોરોના વાઇરસનું સંક્રમણ વધતું જોવા મળે છે. મેડિકલ સાધનો વસાવનાર જાગૃત નાગરિકો કોરોના વાઇરસના લક્ષણો ધરાવતા વ્યક્તિને અલગ કરી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી શકે છે તેમજ કોરોના વાઇરસનું પરિવારમાં સંક્રમણ વધતા અટકાવી શકાતું હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી આર.ડી પહાડિયા જણાવી રહ્યા છે.

- દાહોદથી મહેશ ડામોરનો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.