દાહોદ : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અસમાજિક તત્વો દ્વારા વિદેશી દારૂનો ધંધો ચાલવામાં આવી રહ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતું. જેના પગલે ગેરકાયદેસર રીતે ચાલતી વિદેશી દારૂની બદીને કડક રીતે ડામવા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI બી.ડી.શાહ, દાહોદ ગ્રામ્ય પોલીસ તેમજ ગરબાડા PSI રાઠવાએ તાલુકાના વરમખેડા ગામે નદી ફળીયાના રહેવાસી બાબુ કશુ નામના વ્યક્તિના મકાનમાં ધમધમતી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી હોવાની બાતમીના આધારે રેડ પાડી હતી.
![ઝડપાયેલો મુદ્દામાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-mini-factori-fota-av-7202725_03062020054119_0306f_1591143079_66.jpg)
![ઝડપાયેલો મુદ્દામાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-mini-factori-fota-av-7202725_03062020054119_0306f_1591143079_796.jpg)
આ તકે પોલીસે તપાસ હાથ ધરતા રહેણાંક મકાનમાં ચાલી રહેલી મિની ફેકટરીમાંથી 1,82,340નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જોકે પોલીસના દરોડા દરમિયાન મકાનમાં કોઈ હાજર ન હોવાથી પોલીસે મકાન માલિક સહીત ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
![ઝડપાયેલો મુદ્દામાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-mini-factori-fota-av-7202725_03062020054119_0306f_1591143079_497.jpg)
![ઝડપાયેલો મુદ્દામાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-mini-factori-fota-av-7202725_03062020054119_0306f_1591143079_781.jpg)