ETV Bharat / state

દાહોદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ,દિવ્યાંગ ખેલાડીઓએ લીધો ભાગ - દાહોદમાં ખેલમહાકુંભ

દાહોદ: જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓના જિલ્લા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા તારીખ 25 અને 26 નવેમ્બર સુધી સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાઇ છે.

dhs
dahod
author img

By

Published : Nov 26, 2019, 8:16 AM IST

દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશિયલ ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પજ્ઞાચક્ષુ 195 ખેલાડીઓ, અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા 421 ખેલાડીઓ અને મૂક બધિર 115 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની 100 મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અને તેમાં પણ પજ્ઞાચક્ષુઓની ચેસ સ્પર્ધાએ તો વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.

દાહોદમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ,દિવ્યાંગ ખેલાડીઓએ લીધો ભાગ

અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, લાંબી કુદ, ઊંચી કુદ વગેરે રમતો લોકોએ નિહાળી હતી. મૂક બધિર દિવ્યાંગ ખેલાડીઓ માટે 100 અને 200 મીટર દોડની સ્પર્ધા પણ યોજાઇ હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વક રમતોમાં ભાગ લીધો હતો. આજે મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાનાર છે, જેમાં 545 જેટલા ખેલાડીઓ દોડ, વોક, સોફટબોલ થ્રો, બાસ્કેટ બોલ, સાયકલિંગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. જિલ્લા અને રાજય કક્ષાએ સારો દેખાવ કરનાર દિવ્યાંગ ખેલાડીઓને ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવશે.

દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દાહોદ લાયન્સ ક્લબના અનિલ અગ્રવાલ અને સૈફીભાઇ પિટોલવાલા પણ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનોએ પણ ખેલ મહાકુંભ સ્પર્ધા નિહાળી હતી.

Intro:દાહોદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨૦૧૯નો શુભારંભ
જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દિવ્યાંગોએ ઉત્સાહપૂર્વશ ભાગ લીધો

દાહોદ, જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ, દાહોદ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા, ૨૦૧૯ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. તા. ૨૫ અને ૨૬ એમ બે દિવસો સુધી આ સ્પર્ધાઓ સરદાર પટેલ સ્ટેડિયમ મુકામે યોજાશે.
         Body:દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલના યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશ્યલ ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો હતો. દિવ્યાંગો માટેની સ્પે. ખેલ મહાકુંભમાં પજ્ઞાચક્ષુ ૧૯૫ ખેલાડીઓ, અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા ૪૨૧ ખેલાડીઓ, મૂક બધિર ૧૧૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટેની ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, બરછી ફેક, ચક્ર ફેક, ચેસ જેવી રમતોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, તેમાં પણ પજ્ઞાચક્ષુઓ માટેની ચેસ સ્પર્ધાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. અસ્થિવિષયક ખામી ધરાવતા ખેલાડીઓ માટે ટ્રાયસિકલ રેસ, વ્હીલચેર રેસ, ચક્ર ફેક, ભાલા ફેક, લાંબી કુદ, ઊંચી કુદ વગેરે રમતો લોકોએ રસપૂર્વક નિહાળી હતી. મૂક બધિર દિવ્યાંગ ખેલાડીઓ માટે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધા પણ યોજાઇ હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્વક રમતોમાં ભાગ લીધો હતો. મંગળવારે મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પર્ધાઓ યોજાનાર છે જેમાં ૫૪૫ જેટલા ખેલાડીઓ દોડ, વોક, સોફટબોલ થ્રો, બાસ્કેટ બોલ, સાયકલિગ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. જિલ્લા અને રાજય કક્ષાએ સારો દેખાવ કરનાર દિવ્યાંગ ખેલાડીઓને રોકડ ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવશે.
         દિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં દાહોદ લાયન્સ ક્લબના અનિલ અગ્રવાલ અને સૈફીભાઇ પિટોલવાલા પણ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ પણ ખેલ મહાકુંભ સ્પર્ધા નિહાળી હતી.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.