- વિદ્યાર્થીઓમાં AI ની કુશળતા વિકસાવવા માટે દાહોદ જિલ્લાની પસંદગી કરવામાં આવી
- Intel Technology India Ltd વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ શીખવી રહ્યું છે
- દાહોદ જિલ્લાની ૫ શાળાઓની પસંદગી કરવામાં આવી
દાહોદ: ભારત દેશમાં 124 જેટલા મહત્વકાંક્ષી જિલ્લાઓ આવેલા છે. આમાં ગુજરાતમાંથી દાહોદ અને નર્મદા જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલો છે. દાહોદ જિલ્લામાં Intel Technology India Ltd દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ તૈયારીના ભાગરૂપે વિવિધ પ્રકારના Artificial Intelligence બાબતોથી માહિતગાર કરવાના હેતુથી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અને મંજૂરીથી જિલ્લાની ૫ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. તેમાં દાહોદની એમ.વાય.હાઈસ્કૂલ, દેવગઢ બારિયાની એસ.આર.સ્કૂલ, લીમખેડાની પ્રગતિ ગર્લ્સ હાઈસ્કૂલ, ફતેપુરામાં શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ અને સિંગવડમાં જી.એલ.શેઠ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. આ પાંચ શાળામાં 1081 જેટલા વિદ્યાર્થીઓને આ આર્ટિફિશિયલ ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન મળી રહે તેવા હેતુસર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ તરફથી સારો પ્રતિસાદ મળ્યો
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ડિજીટલ ડિવાઈસનો ઉપયોગ કરતા હોય છે પણ ટેકનોલોજી અને તેના ફિચર્સ એપ્લિકેશનનો ઉપયોગ શું છે, કઈ રીતે કામ કરે છે, એ બાબતની જાણકારી તેમને મળી રહે સાથે સાથે જ્યારે સમગ્ર બાબતને શિક્ષણ સાથે જોડીએ ત્યારે એવું કહેવાય કે બાળકો માત્ર વાંચન લેખન અને ગણન વર્ગખંડમાં શીખે છે એ પૂરતું નથી. પણ વિદ્યાર્થીઓ ટેકનોલોજીથી અવગત થાય અને સાથે સાથે સમાજના જે પડકારો છે એને ટેકનોલોજીના માધ્યમથી દૂર કરતાં થાય અને આ ટેકનોલોજીમાં નવીનીકરણ લાવે ભવિષ્યમાં એમના થકી નિર્માણ પામે તેવા ઉમદા હેતુસર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનથી વિવિધ પ્રકારની શાળાઓની અંદર આવા પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પ્રોત્સાહિત થયા હતા અને એમણે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોજેક્ટને વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
Intel Technology India Ltd વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ શીખવી રહ્યું છે
દાહોદ જિલ્લાના મોટાભાગના વિદ્યાર્થીઓને દસમા ધોરણ સુધી શિક્ષણ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેમને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને કુશળતા વિકસાવવામાં મુશ્કેલી પડતી હોય છે. જેને દૂર કરવા માટે અને AI (Artificial Intelligence) ની મૂળભૂત બાબતો શીખવાની ક્યારેય તક મળી નથી. Intel Technology India Ltd દ્વારા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ દ્વારા શીખવવામાં આવી રહ્યું છે જેને જિલ્લામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્ટાફ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કિંજલ દવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી
આ પણ વાંચો : રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો