ETV Bharat / state

દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ - gujaratinews

દાહોદ: જિલ્લાના દેવગઢ બારીયા નગરમાં વનવિભાગની કચેરીમાં અકસ્માતે આગ લાગી હતી. તેમજ કચેરીની કેટલીક ફાઈલો આગમાં બળીને ખાખ થતાં વનવિભાગને હજારો રૂપિયાનો નુકસાન પહોંચ્યુ હતું. આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ
author img

By

Published : May 26, 2019, 5:19 AM IST

સુરતમાં બનેલી આગની ઘટનામાં અંદાજે 22 જેટલાં વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. ત્યારે ઘટનાને ગંભીરતા લઇ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાઇરાઇઝ બિલ્ડીંગો કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ વિસ્તારોમાં હોસ્પિટલ, તેમજ મોલમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી માટેના આદેશો આપ્યા છે.

દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ
દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં લાગી આગ

દેવગઢ બારીયાનગરમાં આવેલી વનવિભાગની કચેરીમાં અકસ્માતે આગ લાગી હતી. કચેરીમાં મુકેલ કોમ્પ્યુટર, પંખા, ટીવી, ટેબલ, કચેરીની ફાઈલો આગમાં બળીને ખાખ થઇ હતી. વનવિભાગની કચેરીમા આગ લાગી હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોના ટોળા ઘટનાસ્થળ પર એકઠા થયા હતા. દેવગઢ બારીયા અગ્નિશામક દળના ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળ પર પહોચી આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અગ્નિશામક દળે એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

R_gj_dhd_02_25_may_aag_av_maheshdamor

દેવગઢ બારીયા વન વિભાગની કચેરીમાં અકસ્માતે આગ લાગતા દોડધામ ફાયરબ્રિગેડે જહેમત બાદ આગને કાબુમાં લીધી

આગના પગલે કચેરીમાં રહેલી મહત્વની ફાઇલો સળગી ગઈ હોવાની સંભાવના

દેવગઢ બારીયા નગરમાં વનવિભાગ ની કચેરીમાં સાંજે અકસ્માતે આગ લાગતા આખી ઓફિસમાં મુકેલ વીજ ઉપકરણો તેમજ કચેરીની કેટલીક ફાઈલો આગમાં ભસ્મીભૂત થઇ જતા વનવિભાગને હજારો રૂપિયાનો નુકસાન પહોંચ્યો હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ આગના બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાની નહીં થવાના કારણ તંત્રે રાહતનો દમ લીધો છે

 સુરતમાં બનેલી ગોઝારી આગની  ઘટના માં 22  જેટલાં વિદ્યાર્થીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા છે ત્યારે ઘટનાની ગંભીરતા અને લઇ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી સમગ્ર રાજ્યમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ હાઇરાઇઝ બિલ્ડીંગો કોમર્શિયલ તેમજ રેસિડેન્સિયલ વિસ્તારોમાં હોસ્પિટલ,  તેમજ મોલમાં ફાયર સેફ્ટીના સાધનો ની ચકાસણી માટેની આદેશો 
કરવામાં આવ્યા છે ત્યારે  આજ રોજ સાંજના  અરસામાં દેવગઢ બારીયાનગરમાં આવેલી  વનવિભાગની કચેરીમાં  અકસ્માતે આગ લગતા જોતા જોતામાં આખી કચેરીને લપેટમાં લેતા કચેરીમાં મુકેલ કોમ્પ્યુટર, પંખા, ટીવી,ટેબલ તેમજ  કેટલીક કચેરીની ફાઈલો આગમાં ભસ્મીભૂત થઇ ગઈ હતી ત્યારે વનવિભાગની કચેરીમા આગ લાગી હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોના ટોળા ઘટનાસ્થળ પર ભેગા થઈ ગયા હતા તેમજ ભેગા થયેલા લોકોએ આગને બુઝાવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા ત્યારબાદ સ્થાનિક લોકોએ આ આગના બનાવની જાણ દેવગઢ બારીયા અગ્નિશામક દળના ફાયર ફાયટર ને કરતા લશ્કરો તાબડતોડ ઘટનાસ્થળ પર દોડી આવી આગને ઓલવવા ના પ્રયાસો શરૂ કર્યા હતા. અગ્નિશામક દળે એક કલાકની ભારે જહેમત બાદ આગને ઓલવી નાખી હતી ત્યારે આજરોજ વન વિભાગની કચેરીમાં લાગેલી આગમાં કેટલું નુકસાન થયું છે તે હજી સુધી જાણી શકાયું નથી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.