દાહોદઃ જિલ્લામાં કોરોના આ મહામારીનો સંક્રમણ અવિરત પણે ચાલુ રહેતા જિલ્લાવાસીઓ ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. આરોગ્ય વિભાગે મોકલેલા સેમ્પલમાથી સોમવારના રોજ વધુ 27 સેમ્પલ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંકડો 453 પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 250 છે. જ્યારે 13 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વૈશ્વિક મહામારી કોરોનામાં દાહોદ જિલ્લા વાસીઓ દિન-પ્રતિદિન ઝપેટમા આવી રહ્યા છે. જિલ્લા સહિત દાહોદ શહેરમાં આજરોજ વધુ 27 કોરોનાના સંક્રમણના કેસ બહાર આવ્યા છે. જે પૈકી રૂચિતા જવલન પંચાલ, લક્ષ્મીબેન જસુમલ ભરવાણી, મીઠાલાલ ભગવાનદાસ ગાંધી, ચિરાગભાઈ ઓછવલાલ પંડ્યા, માનસીંગભાઈ આબજીભાઈ રાઠોડ, ઝેરાબેન આબીદવાલા ફ્રુટીવાલા, હુસૈની કુત્ત્બુદ્દીનભાઈ ભગત, અબ્બાસભાઈ મુસ્તફા અંતરવાલા, ફાતેમા સૈફુદ્દીન અંતરવાલા, બુરહાન સીરાજ ભાભરાવાલા, હસુમતી શામળદાસ પરમાર, તૈયબભાઈ ફીદાહુસેન ગાંગરડીવાલા, હાસીમ મોહમદ બજરીયા, સ્વીટુબેન મિલનકુમાર શાહ, મિલન કનૈયાલાલ શાહ, કૃણાલ ચંદ્રકાંત દોશી, ર્ડા. સાહિલ નરસુભાઈ ડામોર (ઉવ.૩૧ રહે. સોનીવાડ, દાહોદ), નુરૂદ્દીન હસનભાઈ પહાડવાલા, સલમાબેન અજગરભાઈ સકલવાલા, જુબેદાબેન ઉસુફલી ખરોદાવાલા, ફાતેમાબેન અલીહુસેનભાઈ ખરોદાવાલા, ગંગાબેન કરણસીંગ રોઝ, પુજાભાઈ મલાભાઈ પરમાર, પદ્માબેન ઠાકોર લાલ શાહ, પ્રજાપતિ ભાવનાબેન અશોકભાઈ, પરમાર જગદીશભાઈ મોતીભાઈ, ચારેલ મહેશભાઈ નરેન્દ્રભાઈ આમ, આ 27 કોરોના પોઝિટિવ કેસોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.