ETV Bharat / state

બોટાદમાં દીવા તળે અંધારું, દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણી ભરત ભરવાડના ઘરે 31.62 લાખ રૂપિયાની લૂંટ - પીપલોદ પોલીસ સ્ટેશન

બોટાદ જિલ્લામાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે, આખા રાજ્યની સુરક્ષાની વાત કરતી ભાજપ પાર્ટીના અગ્રણીના જ ઘરે ચોરી થઈ હતી. દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણીના ઘરે ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા ભાજપના અગ્રણીના ઘરેથી 31,62,000 રૂપિયાની લૂંટ થઈ હતી. જો ભાજપના જ અગ્રણીઓના ઘરે આવી સરળતાથી ચોરી થઈ શકતી હોય તો સામાન્ય વ્યક્તિના ઘર કઈ રીતે સુરક્ષિત રહી શકશે. તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બોટાદમાં દીવા તળે અંધારું, દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણી ભરત ભરવાડના ઘરે 31.62 લાખ રૂપિયાની લૂંટ

author img

By

Published : Oct 1, 2021, 12:25 PM IST

  • દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણીના ઘરે લૂંટ
  • તસ્કરોએ ભાજપના અગ્રણીના ઘરેથી 31.62 લાખની લૂંટ કરી
  • જે ઘરમાં ચોરી થઈ ત્યાંથી પોલીસ સ્ટેશન થોડું જ દૂર છે
  • લૂંટ કરવા આવેલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં થયા કેદ

બોટાદઃ દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામમાં રહેતા ભાજપના અગ્રણી અને એપીએમસીના ચેરમેનના ઘરે રાત્રે 10થી 12 જેટલા લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારુઓ 31 લાખથી વધુની રોકડ તેમ જ દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જોકે, લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ અનેક નેતાઓ તેમ જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ગાડીઓના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના પાંચ ઇસમો 94,500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

રાત્રે 2.30 વાગ્યે ઘરની પાછળનો દરવાજો તોડી લૂંટારૂઓ અંદર આવ્યા હતા

આ અંગે મળતી માહિતી અનુસાર, દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનની નજીકમાં જ પંચેલા ગામમાં રહેતા એપીએમસીના ચેરમેન તેમ જ ભાજપ પાર્ટીના સ્થાનિક અગ્રણી નેતા ભરત રણછોડભાઈ ભરવાડ રાત્રે સૂતા હતા. તે દરમિયાન રાત્રે 2.30 વાગ્યે 10થી 12 જેટલા લૂંટારું દરવાજાનું તાળું તોડી તેમના ઘરમાં આવ્યા હતા. તે સમયે ભરતભાઈનો પૂત્ર અન્ય રૂમમાં સૂતો હોય તેનો દરવાજો ખૂલ્લો હોવાથી તેનો મોબાઈલ લઇ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને જે રૂમમાં ભરત ભરવાડ સુતા હતા. તે રૂમમાં પ્રવેશી તેને જગાડી લુટારુઓ હાથમાં લોખંડની કોષ મારી હતી. આ ઉપરાંત ભરત ભરવાડના પગમાં એક લૂંટારુએ લાકડી મારી પગ પર ઈજા પહોંચાડી ભયનો માહોલ પેદા કર્યો હતો.

આ પણ વાંચોઃ પાટણમાં વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂટ ચલાવનાર ટોળકી ઝડપાઈ

લૂંટારુઓ ભરત ભરવાડની સોનાની ચેન, વીંટી, સોનાની લકી સહિત દાગીના ઉતારાવી લીધા હતા

લૂંટારુઓ તૂટક હિન્દી, ગુજરાતી અને આદિવાસી ભિલોડી ભાષા બોલતા હતા. લૂંટારુઓ ભરત ભરવાડ પાસેથી સોનાની ચેન, વીંટી, સોનાની લકી, ઘડિયાળ જેવા દાગીના ઉતરાવી લીધા હતા. સાથે જ લૂંટારુઓ તિજોરીમાં મુકેલા દાગીના અને રોકડ સહિત 31.62 લાખનો મુદ્દામાલ લૂંટી ગયા હતા. ત્યારબાદ લૂંટારુઓ ઘરના સભ્યોના મોબાઈલ લઈ બાજુમાં આવેલા લાકડાના પીઠામાંથી ભાગી ગયા હતા. જોકે, આ બુકાનીધારી લૂંટારૂઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા. આ બનાવની જાણ અન્ય આસપાસમાં રહેતા પરિવારજનોને કરતા પરિવારજનો દોડી આવ્યા હતા

ચોરીની જાણ થતા અનેક મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ દોડી આવ્યા

આ બનાવ અંગેની જાણ થતા સ્થાનિક ધારાસભ્ય જિલ્લાના પાર્ટીના કાર્યકર્તાઓ તેમ જ હોદ્દેદારો દોડી આવ્યા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ભરત ભરવાડની પૂછપરછ કરી હતી. સાથે જ સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને રેલવે ટ્રેક તરફથી ચોરીને લઈ ગયેલો એક મોબાઈલ મળી આવ્યો હતો. જિલ્લા પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા માટે વિવિધ એજન્સીઓ કામે લગાડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.