ETV Bharat / state

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા - Apna adda Facebook group

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10 હિન્દીનું સોલ્વ થયેલું પેપર સોશિયલ મીડિયા પર અપલોડ (Hindi Paper Viral inquiry) થવાની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પેપર વાયરલ ઘટનાના મૂળિયા દાહોદ જિલ્લાના સંજેલી પંથક સુધી ફેલાતા જિલ્લા પોલીસ દોડતી થવાની સાથે ધરપકડનો દોર શરૂ કર્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા

author img

By

Published : Apr 10, 2022, 4:37 PM IST

દાહોદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારના રોજ ધોરણ 10 હિન્દીની પરીક્ષા (SSC Hindi Paper Leak) લેવામાં આવી હતી. હિંદી વિષયનું પેપર અપના અડ્ડા ફેસબુક ગ્રુપ (Apna adda Facebook group)માં ઘનશ્યામ ચારેલ નામના ઈસમે અપલોડ કર્યું હતું. પોલીસે સોશિયલ મીડિયામાં અપલોડ ઈમેજના આધારે તપાસ (Paper viral on social media)શરૂ કરી હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા

મોબાઈલ પર મોકલાયુ હતું પેપર: તપાસ દરમિયાન સંજેલી તાલુકાના ચમારીયા ગામના રહેવાસી ઘનશ્યામ જગદીશ ચારેલને તેના મોબાઈલ ઉપર સુરેશ દલસીંગ ડામોરે વોટ્સએપ મેસેજ દ્વારા 11:52 કલાકે આ આન્સર પ્રશ્નપત્ર સાથે મોકલ્યુ (Paper viral on social media) હતું. નાની સંજેલી મુકામે આવેલ વૃંદાવન આશ્રમશાળાના શિક્ષક શૈલેષ મોતીભાઈ પટેલ દ્વારા તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમિતનો સંપર્ક કરાવ્યો હતો અને અમિત તેના મોબાઇલથી 10:30 વાગે હિંદી વિષયનું ઉત્તરવહી સાથેનું પેપર સુરેશ દલાલ સિંગ ડામોરના મોબાઈલ પર મોકલ્યુ હતું.

આ પણ વાંચો: પેપર લીક નથી થયું, શિક્ષણ બોર્ડ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરશે: એ.જે.શાહ ચેરમેન

ફેસબુક પર વાયરલ થયુ પેપર: આ પેપરની પ્રિન્ટ કઢાવવા માટે સુરેશે તેના મિત્ર જયેશ ડામોરને મોકલ્યું હતું. ઘનશ્યામ ચારેલે પોતાની દુકાનથી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પ્રિન્ટ કાઢી આપી પિક્ચર ફેસબુક પર વાયરલ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઘનશ્યામ ચારેલ સહિત આરોપીઓની સંજેલી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ: UPSCના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતીની વરણી, જાણો કોણ છે ડૉ. મનોજ સોની

માસ્ટર માઇન્ડ આરોપી: સંજેલી પોલીસે પેપર કાંડમાં ઘનશ્યામ ચારેલ, સુરેશ ડામોર, જયેશ ડામોર અને શૈલેષની ધરપકડ કરી છે. જ્યારે અમિત ફરાર હોવાનું જણાવ્યું છે. તપાસ બાદ જ માસ્ટર માઇન્ડ આરોપી બહાર આવશેનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.