ETV Bharat / state

આ ગામના ખેડૂતો પાકને બચાવવા ઉજાગરા કરી રખેવાળી કરે છે

દાહોદઃ વરસાદી ખેતી પર જીવન ગુજારતા દાહોદ જિલ્લાના ખેડૂતો પર લીલા દુષ્કાળના ઓછાયા વર્તાય છે, ત્યારે ધરતીપુત્રોને પડતા પર પાટુની જેમ રોઝમ ગામે રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભૂંડના ત્રાસથી ઉભો પાક બચાવવા માટે રાત્રે લોકોને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. ગ્રામજનો દિવસે મહેનત મજૂરી કરે છે અને રાત્રીના સમયે ઉભો મોલ બચાવવા માટે રાતપાળી કરી રહ્યા છે.

DAhod
author img

By

Published : Oct 1, 2019, 9:52 PM IST

દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને સિંચાઈનો અભાવ હોવાના કારણે ધરતી પુત્રો ફક્ત વરસાદ આધારીત ખેતી પર જ પોતાનો જીવનનિર્વાહ કરવો પડી રહ્યો છે. તેમજ બાકીની સિઝનમાં અન્ય જિલ્લામાં માઇગ્રેશન કરી રોજીરોટી કમાવવા માટે જવું પડતું હોય છે. રોઝમ ગામે ધરતીપુત્રોએ મકાઇ, સોયાબીન સહિત ચોમાસુ વિવિધ પાકોનું વાવેતર કરેલુ છે. ચોમાસુ પાક તૈયાર થવાના સમય જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેથી ઉભો મોલ બગડવાની શરૂઆત થઈ છે.

આ રોઝમ ગામમાં રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભુંડનો ત્રાસ વધ્યો છે. જેથી આ નીલગાય અને જંગલી ભૂંડો ખેતરોમાં તૈયાર થયેલો ચોમાસુ પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતો દિવસે મહેનત મજૂરી કરવા માટે જતા હોય છે. તો બીજી બાજુ રાત્રી દરમિયાન પોતાના ખેતરમાં તૈયાર થયેલ ચોમાસુ પાકને બચાવવા માટે બધા ભેગા થઈને બેટરીના અજવાળે રખેવાળી કરવા જવાની ફરજ પડી રહી છે. રોઝમ ગામની આસપાસ જંગલ વિસ્તાર આવેલો હોવાના કારણે દિપડા અને ઝરખ જેવા જંગલી પ્રાણીઓનો પણ ભય સતાવતો હોય છે.

આ ગામના ખેડૂતો પાકને બચાવવા ઉજાગરા કરી કરે છે રખેવાળી

Intro:દિવસે મજૂરી અને રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી આખી રાત રખવાળી કરતા રોઝમ ગામના ખેડૂતો
દાહોદ , વરસાદી ખેતી પર જીવન ગુજારતા દાહોદ જિલ્લાના ખેડૂતો પર લીલા દુષ્કાળના ઓછાયા વર્તાય છે ત્યારે ધરતીપુત્રોને પડતા પર પાટું ની જેમ રોઝમ ગામે રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભૂંડ ના ત્રાસથી ઉભો પાક બચાવવા માટે રાત્રે લોકોને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે ગ્રામજનો દિવસે મહેનત મજૂરી કરે છે અને રાત્રીના સમયે ઉભો મોલ બચાવવા માટે રાતપાળી કરી રહ્યા છે
Body:દાહોદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને સિંચાઈ નો અભાવ હોવાના કારણે ધરતી પુત્રો ફક્ત વરસાદ આધારીત ખેતી પર જ પોતાનો જીવનનિર્વાહ કરવો પડી રહ્યો છે તેમજ બાકીની સિઝનમાં અન્ય જિલ્લામાં માઇગ્રેશન કરી રોજીરોટી કમાવવા માટે જવું પડતું હોય છે દાહોદ જિલ્લા ના રોજમ ગામે ધરતીપુત્રોએ મકાઇ, સોયાબીન સહિત ચોમાસુ વિવિધ પાકોનું વાવેતર કરેલુ છે ચોમાસુ પાક તૈયાર થવાના સમય જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉભો મોલ બગડવાની શરૂઆત થઈ છે તો બીજી બાજુ આ રોઝમ ગામમાં રાત્રી દરમિયાન નીલગાયો અને જંગલી ભુંડનો ત્રાસ વધી જવા પામ્યો છે આ નીલગાય અને જંગલી ભૂંડો ખેતરોમાં તૈયાર થયેલો ચોમાસુ પાક ને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે ખેડૂતો દિવસે મહેનત મજૂરી કરવા માટે જતા હોય છે અને રાત્રી દરમિયાન પોતાના ખેતરમાં તૈયાર થયેલ ચોમાસુ પાક ને બચાવવા માટે બધા ભેગા થઈને બેટરીના અજવાળે રખેવાળી કરવા જવાની ફરજ પડી રહી છે રાત્રી દરમિયાન બેટરીના અજવાળે તેમજ ડબ્બા ઠોકીને અને કિકિયારીઓ કરીને નીલગાય અને જંગલી ભૂંડ અને બગાડવાનો પ્રયાસ કરતા હોય છે રોઝમ ગામની આસપાસ જંગલ વિસ્તાર આવેલો હોવાના કારણે દિપડા ઝરખ જેવા જંગલી પ્રાણીઓનો પણ ભય સતાવતો હોય છે જેથી રાત્રે ખેતરમાં જ રખેવાળી માટે જતા તેમને ઘરના સભ્યોની પણ ચિંતા સતાવતી હોય છે હાલ રોજ ગામના ખેડૂતો પર પડતા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

બાઈટ ગ્રામીણ(1)
બાઈટ:-સંગાડા નરસીંગભાઇ માજી સરપંચ(2)

Pass story
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.