દાહોદ: કોરોના મહામારી દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધીરેેે-ધીરે પકડ મજબૂત કરી રહી છે .જિલ્લાના નગરા ગામે કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ નોંધાતા પંચાયત દ્વારા સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે દાહોદ તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ જણાવ્યું હતું, કે નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન સામે ન આવે તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે. આ માટે રીક્ષામાં માઇક દ્વારા શેરીએ શેરીએ કોરોનાની સાવચેતી અંગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-01-nagarala-av-7202725_08092020181641_0809f_1599569201_707.jpg)
લોકોને કોઇ પણ પ્રકારના તાવ, ઉધરસ, શરદીના લક્ષણ જણાય તો સરકારી દવાખાનામાં કે ધન્વતંરિ રથ ખાતે તપાસ કરી લેવા જણાવવામાં આવી રહ્યું છે. ગ્રામજનો સામે ચાલીને ટેસ્ટ કરાવે અને કોઇ પણ પ્રકારની અફવાથી દૂર રહે તે માટે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત નગરાળા ગામ ખાતે ગ્રામજનોને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને જાહેર સ્થળોએ અવશ્ય માસ્ક પહેરવા અંગેની સમજ અપવામાં આવી રહી છે. ઠેર ઠેર ઉકાળા વિતરણની પ્રવૃતિ પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત પંચાયતની બેઠકમાં પણ કોરોનાના કેસ વધે નહીં એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.