દાહોદ જિલ્લા સેવા સદન મુકામે પત્રકાર પરિષદમાં વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, સ્ટેમ પેપરને લગતા કાળાબજારી કુત્રિમ છેતરપિંડી જેવા વિવિધ પ્રશ્નો કાયમ માટે બંધ કરવા માટે રાજ્યભરમાં 1 ઓક્ટોબરથી નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો રાજ્ય સરકારે જનહિતમાં નિર્ણય લીધો હતો. ફિઝિકલ સ્ટેમ્પ પેપર બંધ થવાથી જાહેર જનતાને સ્ટેમ્પ મેળવવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ઇ સ્ટેમ્પિંગ 2014ના નિયમ 13માં 23 ઓગસ્ટના જાહેરનામામાં સુધારો કરીને સીડ્યુલ બેંકો પોસ્ટ ઓફિસ, કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળની નાણાકીય સંસ્થાના એકમો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની, સેક્રેટરી, બંદર કે પોર્ટ ખાતેના સી એફ એજન્ટ, ઇ-ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્ટર, RBIરજીસ્ટર નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની એન્ડ લાઇસન્સી, નોટરી તેમજ રાજ્ય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઈ વ્યક્તિ કે એજન્સી ઓથોરાઇઝ કલેક્શન સેન્ટર તરીકે નિમણૂક મેળવવા માંગતા હોય તો તેઓને ACC તરીકે નિમણૂક આપવામાં આવશે.આ સુવિધા કેન્દ્ર ખાતે લોકોને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં અગવડ ન પડે તે માટે 1લી નવેમ્બરના રોજ સવારના 9 કલાકથી જ્યાં સુધી ફ્રેન્કિંગ સ્ટેમ્પ મેળવવા માટે નાગરિકો ઉપસ્થિત હોય ત્યાં સુધી તમામને ફ્રેન્કિંગ સ્ટેમ્પ ઇસ્યુ કરવા સરકારી બેન્કોને સૂચના આપવામાં આવી હતી.
આ સુવિધાઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું. કે, ડિજીટલ ઈ-સ્ટેમ્પિંગ અને ફ્રેકિંગ સ્ટેમ્પ હાલમાં 11ઇ સ્ટેમ્પિંગ સેન્ટરો પર તથા 6 ફ્રેન્કિંગ સેન્ટર મળી કુલ 17 કેન્દ્રો પરથી મળી શકશે. તમામ મામલતદાર કચેરી તેમજ એક સબ રજીસ્ટર કચેરી અને ત્રણ અન્ય જગ્યાએ આ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ કેન્દ્રો પરથી નાગરિકોને સ્ટેમ્પિંગ બેન્કિંગની સુવિધા મળશે. અને જન સેવા કેન્દ્રો ખાતે પણ આ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે એજન્સીને પણ સૂચિત કરવામાં આવ્યું છે. હાલ 54 સ્ટેમ્પ વેન્ડર છે. જેમાંથી 34 સ્ટેમ્પ વેન્ડરે એસ.એસ.સી માટે અરજી કરેલી છે.