ETV Bharat / state

Dahod Viral Video: ફતેપુરામાં પ્રેમી પ્રેમિકાને તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ, ત્રણ આરોપીઓની અટકાયત - પ્રેમી પ્રેમિકાને તાલીબાની સજા

દાહોદ જિલ્લાના ફતેપુરાના તાલુકાના એક ગામે પરણિત મહિલા પ્રેમી સાથે ભાગી જવાની ઘટનાના પગલે પરિણીતાના પતિ અને સાસરીયાઓએ તાલિબાની સજા કરતો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે આ વાયરલ વીડિયોની તપાસ કરી ઇજાગ્રસ્ત યુગલને દવાખાને સારવાર કરાવી પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે. ત્રણ આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરામાં પ્રેમી પ્રેમિ
ફતેપુરામાં પ્રેમી પ્રેમિ
author img

By

Published : May 31, 2023, 4:47 PM IST

Updated : May 31, 2023, 5:42 PM IST

પ્રેમી પ્રેમિકાને તાલીબાની સજા

દાહોદ: ફતેપુરા તાલુકામાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિ અને ગ્રામજનો દ્વારા સજા આપવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે વીડિયોના આધારે 3 શખ્સની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

પતિ અને ટોળાએ તાલિબાની સજા આપી: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળામાં ભોગ બનનાર પરિણીતા અને પ્રેમી છેલ્લા 1 વર્ષથી ફરાર થઈ ગયા હતા. 28 મેના રોજ બંને પ્રેમી યુગલ પોતાના વતનમાં સમાજ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા, જ્યાં પીડિતાના પતિ તથા તેના સાસરીના માણસોએ પરિણીતા તથા તેના પ્રેમીને ઝડપી પાડી પત્નીને અર્ધનગ્નવસ્થામાં માર માર્યો હતો. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પરત આવતાં આ યુગલને પરિણીતાનો પતિ અને ગ્રામજનો તાલિબાની સજા આપે છે. દ્રશ્યોમાં જોવા મળે છે કે પરિણીતાની સાડી પ્રેમીના માથે બંધાવવામાં આવે છે અને પરિણીતાને ઢસડવામાં આવે છે. જેનો વીડિયો વાયરલ થઈ ગયો હતો.

" મહિલા અત્યાચારના બનાવમાં આરોપી સમસુ ભાભોર અને તેના ભાઈઓ છે. સમસુ ભાભોર ભોગ બનનાર મહિલાનો પતિ છે. બંને આદિવાસી સમાજના છે અને 10 વર્ષનું લગ્ન જીવન છે અને હાલ ચાર બાળકો પણ છે. જે તેના મામાના ઘરે રહે છે. ભોગ બનનાર મહિલા છેલ્લા એક વર્ષથી પોતાના પતિથી દૂર થઇ બાજુના ઝવેસી ગામના કાંતિ સાથે રહે છે. જેથી તેના પતિ અને ભાઈઓ દ્વારા આ બાબતની અદાવત રાખી લગ્નમાંથી 28 મેના રોજ સવારે ભોગ બનનાર મહિલાને ઉપાડી પોતાના ગામે જઈને મારામારી કરવામાં આવેલ હતી. જે બાબતનો વીડિયો વાઇરલ થતા હાલ 3 આરોપીઓ અટકાયત કરી વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે." - બલરામ મીણા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક

ભૂતકાળમાં પણ બની છે અનેક ઘટનાઓ: ભૂતકાળમાં દાહોદ જિલ્લામાં આવી અનેક ઘટનાઓ આવી છે. આ પહેલા પણ દાહોદ મહિલાઓના વાળ કાપવા, પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા, પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી તાલિબાની સજાના અનેક વીડિયો સામે આવ્યા છે. આ ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો.

  1. વિદ્યાર્થીને મળી તાલીબાની સજા, જૂઓ વીડિયો
  2. પાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત

Last Updated : May 31, 2023, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.