દાહોદ: જિલ્લાના પરેલ વિસ્તારમાં ધોબી ઘાટ વિસ્તારમાં રહેતા હસમુખલાલ હસરાજભાઈ બોરાસી જેણે પંથકની એક 16 વર્ષે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જતા સગીરાના પરિવારજનોએ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સંદર્ભે એ એચ.ટી.યુ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અપહરણ કરનાર રાજા ઉર્ફે હસમુખલાલ હંસરાજભાઈ બોરાસીને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રાજસ્થાન ખાતેથી અપહરણ કરનાર તેના સાથ આપનારા બે જણ મળીને ૩ આરોપીઓને ઝડપી પાડી સગીરાને તેમના ચંગુલમાંથી છોડવામાં આવી હતી.
"દાહોદ જિલ્લાના દાહોદ રૂલર પોલીસ સ્ટેશનમાં આજથી આશરે દોઢેક વર્ષ પહેલા 15 વર્ષીય દીકરી ને કોઈ ઉઠાવી ગયું હતું. ફરિયાદ દાખલ થયેલી જેમાં 363 મુજબ ગુનો દાખલ થયેલો હાલમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ની અલગ અલગ ટીમો બનાવી કામગીરી ચાલી રહી છે. ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરીના ભાગરૂપે નાસ્તા ફરતા પેરોલ ફ્લો ની ટીમને મોટી પ્રાપ્ત થઈ છે"-- ડૉ રાજદીપસિંહ ઝાલા (દાહોદ ડીએસપી)
1 લાખમાં વેચવાનું નક્કી: પોલીસે આરોપીની ઘનિષ્ઠ તપાસ કરતા તપાસમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર રાજા ઉર્ફે હસમુખ લાલ સગીરાને નૈનીતાલ આગ્રા જેવા શહેરોમાં લઈ જઈ ફેરવી હતી. પોતે સગીરાનો પીછો છોડવા માંગતો હતો. તેના માટે પોતાના મિત્ર બાલચંદનો સંપર્ક કર્યો હતો. એના મિત્ર બાલચંદે જણાવ્યું હતું કે રાજસ્થાનના જ્ઞાનચંદને પત્નીની જરૂરિયાત હોય બંને જ્ઞાનચંદ નો સંપર્ક કરીને સગીરાને જ્ઞાનચંદ 1લાખ માં વેચવાનું નક્કી કરી દેવાય હતી. જેમાં જ્ઞાનચંદે રાજા તથા બાલચંદ 75000 આપ્યા હતા. જેમાં 50,000 રાજાએ રાખ્યા બાકીના 25,000 બાલચંદ લીધા હતા. દાહોદની એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સ ના માધ્યમથી ત્રણે આરોપીને રાજસ્થાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દીકરીને ભગાડી જવાનો તેનો ભેદ: દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આજથી દોઢ વર્ષ પહેલાનો જે અન ડિટેક્ટ ગુનો હતો 15 વર્ષીય દીકરી ને ભગાડી જવાનો તેનો ભેદ ઉકેલાયો છે. હ્યુમન ટ્રાફિકિંગ નું મોડ્યુલ જેમાં આ પ્રકારે તરુણ યુવતીઓને ફસાવી પ્રેમ સંબંધ રાખી ત્યાં લગ્ન કરવાના હોય ત્યાં વેચી દેવાનું મોડ્યુલ પ્રાપ્ત થયું છે. સદર બનાવમાં દાહોદ રૂરલ થી જે દીકરી મિસિંગ હતા અહીંયા રેલવે માં ફેરી માં કામ કરતો રાજા ઉર્ફે હસમુખલાલ બોરાસિ પોતાના પ્રેમ જાલ ફસાવી ભગાડી ગયો હતો.
આરોપીને પકડી પાડવામાં આવ્યા: ત્યારબાદ જેણે દીકરી ને નેનીતાલ આગ્રા દિલ્હીમાં ફેરવે અને આજ રીતે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના વતની બાલચંદ બેરાગી એ પણ રેલવેમાં ફેરીનું કામ કરતો હતો. એને જાણ કરી હતી કે મારે આ છોકરીને વેચી દેવી એ છે કોઈને રાખવી હોય તો બાલચંદ એ જણાવ્યું હતું કે તેના સગામાં જ જ્ઞાનચંદ બેરાગી આઝમ ખુદ બોરી ઝાલાવાડ નો વતની છે તેને પત્નીની જરૂર છે તેની ઉંમર 35 વર્ષ થઈ ગઈ છે. જે રાજા છોકરીને પ્રેમ જાળમાં ફસાવી ભાગી ગયેલો એનો ભાઈ બની આ છોકરીને દેખાડવા લઈ ગયેલો જ્ઞાનચંદ છોકરી પસંદ આવી જતા લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જે પૈકી 75 હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. જે પૈકી 50,000 રાજાએ લીધા હતા અને વચેટીયા એટલે કે દલાલ તરીકે 25000 બાલચંદ એ લીધા હતા. આમ દોઢ વર્ષ બાદ આ દીકરી ને રેસ્ક્યુ કરવામાં આવી છે. હાલ તેની ઉંમર 17 વર્ષ છે અને ત્રણે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.