સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગવાની ગોઝારી ઘટનાના પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી હતી. પ્રાંત અધિકારીની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક બાદ નગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ શહેરમાં આવેલા ટ્યુશન અને શૈક્ષણિક ક્લાસીસ તેમજ ફિટનેસના જીમખાનાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાતાં તેમજ નિયમ મુજબ નહીં જણાતા અધિકારીઓએ ક્લાસીસોને અને જીમખાના અને સીલ મારી દીધા હતા, તેમજ નોટિસો આપી હતી. શહેરમાં આવેલા ક્લાસીસોએ અને જીમખાનાઓમાં નગરપાલિકાની આકસ્મિક ચેકિંગ સાથે સીલ મારવાની પ્રક્રિયા શરૂ થતાં જ ટ્યુશન ક્લાસીસ સંચાલકો અને જીમખાનાના સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.