દાહોદ શહેરમાં વ્યાજની માયાજાળમાં ફસાયેલા દિલીપ ભાભોર નામના યુવકે છ માસ પહેલા શાહુકાર મહિલા નંદાબેન સિસોદિયા અને તેની નાની પુત્રીની કરપીણ હત્યા કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, આ ચકચારભર્યા ડબલ મર્ડર કેસના આરોપીઓને પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેનો કેસ દાહોદ સેશન કોર્ટમાં હાલ સુનાવણી પર ચાલી રહ્યો છે, તેવા સંજોગોમાં દાહોદ સબજેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા દિલીપ ભાભોરે વહેલી સવારે જેલના બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સિક્યુરિટી વચ્ચે દાહોદ સબજેલમાં કેદીએ આત્મહત્યા કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. શહેરમાં દિલીપ ભાભોરની આત્મહત્યાને લઇને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સબ જેલમાં આત્મહત્યાનો બનાવ પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.