ETV Bharat / state

દાહોદ નકલી સરકારી કચેરી મામલામાં દાહોદ પોલીસે પાંચ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી

સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. દાહોદ પોલીસ દ્વારા વધુ 5 સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.

દાહોદ નકલી સરકારી કચેરી મામલામાં દાહોદ પોલીસે પાંચ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી
દાહોદ નકલી સરકારી કચેરી મામલામાં દાહોદ પોલીસે પાંચ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 9:17 PM IST

કૌભાંડ મામલે મોટા સમાચાર

દાહોદ : દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીના મામલામાં તપાસ અધિકારી સિદ્ધાર્થે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ દાહોદ ટ્રાઈબલ ઓફિસમાં નિયામક તરીકે ફરજ બજાવતા રિટાયર્ડ આઈએએસ બી ડી નિનામા સહિત અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

સરકારી બાબુઓના નામોની હારમાળા : સમગ્ર દાહોદ જિલ્લામાં 18.59 કરોડની ગ્રાન્ટ મેળવી મસમોટું કૌભાંડ આચરનાર સરકારી બાબુઓ સાથે મળીને નકલી ઓફિસ ખોલી સરકારી ગ્રાન્ટ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ વધુ સરકારી બાબુઓના નામોની હારમાળા સર્જાઈ રહી છે. જેમાં હજુ નવા નામ ખૂલે તો નવાઈ નહીં.

આરોપીઓ કોણ છે : દાહોદ પોલીસે તત્કાલીન ટ્રાઈબલ અધિકારી બી.ડી.નિનામાના પી.એ મયૂર પરમાર ટ્રાઈબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ કોમ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદના ગિરીશ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રાયોજના કચેરી લૂણાવાડાના સતીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આ તમામ પાંચેય અઘિકારી પોલીસ તપાસ અર્થે કોર્ટે દ્વારા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

દાહોદના એએસપી સિદ્ધાર્થનાઓ કેસની તપાસ કરી રહ્યા છે કે 5 અલગ અલગ કર્મચારી તથા કરાર આધારિત કર્મચારીની ધરપકડ કરવામા આવેલી છે. મયુર પરમાર, પુખરાજ રોઝ, પ્રદીપ મોરી, ગિરીશ પટેલ , સતીશ પટેલ આ પાંચેય પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અઘિકારીની કચેરીમાં નોકરી કરતાં હતાં. અલગ અલગ ગ્રાંટોનાં ટેબલ સંભાળતા હતાં. આ ઓફિસ કેમ્પમાં 100 જેટલા કામોના કોન્ટ્રાકટ આરોપીએ લીધેલા હતાં અને અઢાર કરોડ જેવી રકમ થવા પામેલ છે. મોટા ભાગની ફાઈલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરિફાઈ કરવામા આવતી હતી. નોટિંગ કરીને મોકલવામાં આવતી હતી. તેઓએ જાણી જોઈને આ કચેરી ખોટી છે એવી બાબત કોઈના ધ્યાનમાં મૂકેલી નહી એના બદલામાં નાણાં મેળવેલા. તપાસકર્તા અઘિકારી સિદ્ધાર્થને પુરતા પુરાવા મેળવેલા જેના આધારે 5 અઘિકારીની ધરપકડ કરવામામ આવી છે...રાજદીપસિંહ ઝાલા ( દાહોદ ડીએસપી )

વધુ નામ બહાર આવવાની શક્યતા : નકલી કચેરી મામલામાં હજુ ઘણાં મોટાં માથાંઓના નામં બહાર આવે તો નવાઈ નહીં. જેમાં ક્યાંક પોતાનુ નામ ખુલશેે તેવા ભયનો માહોલ જિલ્લા કર્મચારી આલમમાં છે.

  1. બોગસ કચેરી કૌભાંડમાં સંડોવાયેલા વધુ બે આરોપીની નડિયાદથી ધરપકડ, બંને આરોપી 5 દિવસના રિમાન્ડ પર
  2. 18 કરોડની ઉચાપત કેસમાં પૂર્વ આઈએએસ અધિકારી બી.ડી નીનામા કોર્ટમાં રજૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.