દાહોદ: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસના સંક્રમણનો વઘારો થઇ રહ્યો છે. બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવેલા 178 સેમ્પલોમાંથી 160 સેમ્પલો નેગેટિવ આવ્યા છે. જ્યારે ચાર પત્રકારો સહિત 18 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ જિલ્લામાં હાલ 98 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 45 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.
કોરોના વાઇરસના સંક્રમણને ફેલતો અટકાવવા તંત્ર સક્રિય હોવા છતાં પણ જનતાની નિષ્કાળજીના કારણે લોકલ ટ્રાન્જેક્શનમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે દાહોદમાં કોરોના વિસ્ફોટક સ્થિતિ સર્જાઇ રહી છે. તેમજ 18 પોઝિટિવ આવેલા લોકો કોના-કોના સંપર્કમાં આવ્યા છે. તે તમામને ક્વોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જિલ્લામાં સેનિટાઇઝેશન અને લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે તે અંગે સલાહ આપવામાં આવી રહી છે.