ETV Bharat / state

અકસ્માતનું વળતર ન ચુકવતા કોર્ટે આપ્યો વીમા કંપનીની જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ

દાહોદઃ જિલ્લામાં થયેલા વાહન અકસ્માત કેસમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ થતા દાહોદ કોર્ટે જે-તે સમયે અરજદારને રકમ ચુકવી આપવાનો આદેશ કર્યો હતો. વીમા કંપની વળતર ચુકવવામાં ન આવતા કોર્ટના બેલીફ સાથે અરજદાર ગોધરા ખાતે આવેલી બ્રાન્ચ ઓફીસે કબજો લેવા આવતા બ્રાન્ચ મેનેજર સાથે શાબ્દિક ઘર્ષણ થયા બાદ વળતર આગામી 10 તારીખ સુધીમાં ચુકવી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

Spot Photo
author img

By

Published : Jul 30, 2019, 12:05 PM IST

મળતી વિગતો અનુસાર, દાહોદના રહેવાસી અને અનાજ માર્કેટ સાથે સંકળાયેલા દિલીપકુમાર રતનલાલ દલાલની પુત્રી મિતિશા 2013માં એક્ટિવા લઈ ઘરેથી દાહોદ-ઝાલોદ રોડ પર આવેલી સરકારી ઇજનેરી કોલેજમાં જતી હતી. તે સમયે મિતિશાનો અકસ્માત થયો હતો અને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક તેને દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

Judgement of court
કોર્ટનો આદેશ

મિતિશાના પિતાએ પોતાના વકીલ મારફતે દાહોદની કોર્ટમાં અકસ્માત વળતર મેળવવા માટે અરજી દાખલ કરી હતી, જે અકસ્માત વળતર અરજી દાહોદની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વકીલની દલીલને ધ્યાનમાં રાખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર મિતિશાબેનના વારસદારોને 9 ટકા વ્યાજ તથા ખર્ચ સાથે 18.44 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હોવા છતાં વીમા કંપની દ્વારા વળતરની રકમ ચુકવવામાં ન આવતા અરજદાર દ્વારા ફરીથી કોર્ટમાં દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. જે દરખાસ્ત ચાલી જતા કોર્ટે વીમા કંપનીની જંગમ મિલકત જપ્તી કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને 26.92 અરજદારને ન આપે તો આ કોર્ટમાંથી બીજો હુકમ થતાં સુધી તે તમારી પાસે રાખવો તેઓ હુકમ કર્યો હતો.

સોમવારના રોજ કોર્ટના બેલીફ તથા અરજદાર ગોધરાના પ્રભારોડ ખાતે આવેલી ડિવિઝનલ કચેરીની જપ્તી માટે જતા જ્યાં શાબ્દિક ઘર્ષણ થયું હતું અને આખરે મામલો થાળે પડ્યા બાદ બ્રાન્ચના મેનેજરે વળતરની રકમ આગામી 10 તારીખ સુધીમાં ચુકવી આપવાની ખાત્રી આપી હતી.

Intro:ગોધરા,

દાહોદમા થયેલા વાહન અકસ્માત કેસમાં આશાસ્પદ વિદ્યાર્થીની નું મૃત્યુ થતા દાહોદ કોર્ટે જેતે સમયે અરજદારને રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો હોવા છતા વીમા કંપની વળતર ચુકવામાં ન આવતા કોર્ટના બેલીફ સાથે અરજદાર ગોધરા ખાતે આવેલી બ્રાન્ચ ઓફીસે કબજો લેવા આવતા બ્રાન્ચ મેનેજર સાથે શાબ્દિક ઘર્ષણ થયા બાદ વળતર આગામી ૧૦ તારીખ સુધી ચુકી આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.

Body:મળતી વિગતો અનુસાર દાહોદના રહેવાસી અને અનાજ માર્કેટ સાથે સંકળાયેલા દિલીપકુમાર રતનલાલ દલાલની પુત્રી મિતિશા 2013 માં એક્ટિવા લઈ ઘરેથી દાહોદ ઝાલોદ રોડ પર આવેલ સરકારી ઇજનેરી કોલેજમાં જતી હતી તે સમયે મિતિશાનો અકસ્માત થયો હતો,અને શરીર ના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થતા તાત્કાલિક તેને દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું

ત્યારબાદ મિતિશાના પિતાએ પોતાના વકીલ મારફતે દાહોદની કોર્ટમાં અકસ્માત વળતર મેળવવા માટે અરજી દાખલ કરી હતી જે અકસ્માત વળતર અરજી દાહોદની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વકીલની દલીલને ધ્યાનમાં રાખીને અકસ્માતમાં મૃત્યુ પામનાર મિતિશાબેનના વારસદારો ને 9 ટકા વ્યાજ તથા ખર્ચ સાથે રૂ,18,44,400 ચૂકવી આપવાનો આદેશ કરેલ હોવા છતાંય વીમા કંપની દ્વારા વળતરની રકમ ચુકવવામાં ન આવતા અરજદાર દ્વારા ફરી થી કોર્ટમાં દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી અને જે દરખાસ્ત ચાલી જતા કોર્ટે વીમા કંપનીની જંગમ મિલ્કત જપ્તી કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અને રૂ,26,92,531 અરજદારને ન આપે તો આ કોર્ટ માંથી બીજો હુકમ થતા સુધી તે તમારી પાસે રાખવો તેઓ હુકમ કર્યો હતો,

Conclusion:આજે સોમવારના રોજ કોર્ટના બેલીફ તથા અરજદાર ગોધરાના પ્રભારોડ ખાતે આવેલી ડિવિઝનલ કચેરીની જપ્તી માટે જતા જ્યાં શાબ્દિક ઘર્ષણ થયું હતું અને આખરે મામલો થાળે પડ્યા બાદ બ્રાન્ચના મેનેજરે વળતરની રકમ આગામી .10 સુધીમાં ચૂકવી આપવાની ખાત્રી આપી હતી.
....,,,,,,,,,,,,,,,,,,,,,,,,......................
વીમા કંપનીની ઓફીસનો ફોટો.જોઇન્ટ છે

બીજો ફોટો હુકમનો છે.જે જાણ ખાતર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.