ETV Bharat / state

RTOના ડરના કારણે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, વાલીઓ મુશ્કેલીમાં મુકાયા - GUJARATI NEWS

દાહોદ: જિલ્લાની શાળાઓમાં બાળકોની હેરાફેરી કરતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું તંત્રના ધ્યાને આવતા પોલીસ અને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાને કારણે વાહન ચાલકો બાળકોને લઈને શાળાએ ગયા ન હતા. જેના કારણે બાળકો અને વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

RTO દ્વારા રેડ પાડવામાં આવનાર હોવાના ડરે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા
author img

By

Published : Jun 19, 2019, 9:58 PM IST

સુરત અગ્નિકાંડના પગલે સરકાર દ્વારા બાળકોની સુરક્ષાને લઇને કડક વલણ અપનાવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરીને શાળાના બાળકોનો વહન કરતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું માહિતી સ્કૂલ વાહનચાલકોમાં પહોંચી ગઈ હતી. જેના કારણે તમામ વાહનચાલકોએ આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાયદાકીય ગૂંચમાં ફસાવાના બદલે બાળકોને શાળામાં નહીં લઈ જવાનું નક્કી કર્યુ હતું. જેના કારણે વાહનમાં બેસીને શાળાએ અભ્યાસ કરવા જતાં બાળકો દિવસ દરમિયાન અટવાઇ પડ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓએ બાળકોને શાળાએ અભ્યાસ અર્થે મૂકવા જવાની ફરજ પડી હતી. શાળામાં વિદ્યાર્થીઓને લઈ જતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેમનામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

R_gj_dhd_02_19_june_rto_av_maheshdamor

આરટીઓ દ્વારા રેડ પાડવામાં આવનાર હોવા ના ડરે સ્કૂલ વાહનચાલકો ભૂગર્ભ માં ઉતર્યા

શાળાએ ભણતા બાળકોની સુરક્ષા બાબતે વહીવટીતંત્ર કોઈ કચાસ મુકશે નહીં -આરટીઓ બીટી દાંત્રોલિયા

દાહોદ જિલ્લાની શાળાઓમાં બાળકોની હેરાફેરી કરતાં વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું તંત્રના ધ્યાને આવતા પોલીસ અને આરટીઓ દ્વારા લાલા કરવામાં આવનાર હોવાની માહિતી સ્કુલ વાહનચાલકોને થવાના કારણે વાહન ચાલકો બાળકોને લઈને શાળાએ ગયા નહોતા જેના કારણે બાળકો અને વાલીઓ અટવાઇ પડેલા જોવા મળી રહ્યા હતા.

સુરત અગ્નિકાંડ ના પગલે સરકાર દ્વારા બાળકોની સુરક્ષા કડક વલણ અપનાવ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરીને શાળાના બાળકોનો વહન કરતા વાહનો પર લાલા કરવામાં આવનાર હોવાનું માહિતી સ્કૂલ વાહનચાલકોમાં પહોંચી ગઈ હતી જેના કારણે તમામ વાહનચાલકોએ આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાયદાકીય ગૂંચ માં ફસાવા ના બદલે બાળકોને શાળામાં નહીં લઈ જવાનું નક્કી કરી વાહનો ઘરેથી કાઢ્યા નહોતા જેના કારણે વાહનમાં બેસીને શાળાએ અભ્યાસ કરવા જતાં બાળકો દિવસ દરમિયાન અટવાઇ પડ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના કામમાં થી સમય કાઢીને બાળકોને શાળાએ અભ્યાસ અર્થે મૂકવા જવાની ફરજ પડી હતી તેમજ પરત લેવા જવા જતાં જોવા મળ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓને લઈ જતાં લાવતા વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી તેમનામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે દાહોદ આરટીઓ બીટી દાંતત્રો લિયા એ જણાવ્યું છે કે તંત્ર દ્વારા બાળકોની સુરક્ષા આ સંદર્ભે કોઈ કચાશ રાખવામાં આવશે નહીં જો તે શાળામાં બાળકોને લઈ જતા સ્કૂલવાન હોય કે પછી વાલીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તેવા વાહનો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.