- દાહોદમાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલની ઉપસ્થિતીમાં ધ્વજવંદન
- માત્ર આમંત્રણ પત્રિકા ધરાવતા લોકોને જ પ્રવેશ અપાયો
- કલર કોડ મુજબ પ્રવેશ અપાયો અને વાહનો પાર્ક કરાયા
દાહોદ : રાજ્યકક્ષાનાં 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી દાહોદના નવજીવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. કોરોના વાઇરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે માત્ર આમંત્રિતોની ઉપસ્થિતિમાં જ આ ઉજવણી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
કોરોનાની પરિસ્થિતીમાં આમંત્રિતોની સંખ્યા પર નિયંત્રણ
પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિતિની સંખ્યા પર નિયંત્રણ રાખીને કરવામાં આવે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.