ETV Bharat / state

મુખ્યપ્રધાને દાહોદમાં કર્યું ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ - સિંચાઈ યોજના

દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતની સૌથી મોટી સવાસો કરોડના ખર્ચે બનેલી ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દરમિયાન મુખ્યપ્રધાને કોંગ્રેસને ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે આડેહાથે લીધી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસમાં માને છે. કોરોના કાળ જેવા કપરા સમયમાં પણ સરકારે 22 હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં છે.

દાહોદમાં lift irrigationનું લોકાર્પણ કરતાં મુખ્યપ્રધાન, કોંગ્રેસની ઝાટકી

author img

By

Published : Jan 8, 2021, 6:11 PM IST

Updated : Jan 8, 2021, 7:48 PM IST

  • ગુજરાતની સૌથી મોટી લિફ્ટ ઈરીગેશનનું લોકાર્પણ કરતાં મુખ્યપ્રધાન રૂપાણી
  • ગુજરાતને દુનિયામાં પ્રતિષ્ઠિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવું છે
  • દાહોદ જિલ્લાનો વિકાસ પાછળ ન રહી જાય એની ચિંતા સરકારને છે
  • દાહોદ માગશે, એના કરતાં સવાયું આપીશુંઃ સીએમ રુપાણી

દાહોદઃ જિલ્લામાં રૂપિયા 1054 કરોડના બનેલી ગુજરાતની સૌથી મોટી લિફ્ટ ઈરીગેશન યોજનાનું આજે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્નેયું છે. યોજના જનતા માટે ખુલ્લી મૂકતાં સીએમ રુપાણીએ કોંગ્રેસને આડેહાથે લીધી હતી. કોઈપણ માથાભારે વ્યક્તિ કે ચમરબંધી ગુનો કરશે તો તેને છોડવામાં આવશે નહીં. ચમરબંધી ગુનેગારોને કડક સજા કરવા સરકાર કટિબદ્ધ છે અને ગુજરાત પોલીસને છૂટો દોર આપ્યો છે. પાણી વિકાસની પ્રાથમિક આવશ્યકતા છે અને કાયદો વ્યવસ્થા પણ વિકાસની આવશ્યકતા છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી સરકાર વિકાસ મંત્રને લઇને આગળ વધી રહી છે.

દાહોદ જિલ્લાનો વિકાસ પાછળ ન રહી જાય એની ચિંતા સરકારને છે

વર્ષ 2020માં સરકારનું બે લાખ દસ હજાર કરોડનું એક વર્ષનું બજેટ

કોંગ્રેસના શાસનમાં એક વિભાગનું બજેટ 600થી 700 કરોડ રૂપિયાથી વધતું ન હતું અને આજે આપણે મંચ પરથી 1500 કરોડના કામોના લોકાર્પણ કરીએ છીએ. એક સમયે કોરોનાના ખરાબ દિવસોમાં પણ જાણે દુનિયા આખી સ્થગિત થઈ ગઈ હતી ત્યારે મારી સરકાર છેલ્લા પાંચ મહિનામાં 22 હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. વિકાસ અટકાવવા દીધો નથી. કોંગ્રેસના વખતમાં આપણા રાજ્યનું બજેટ છથી સાત હજાર કરોડ રૂપિયાનું હતું. વર્ષ 2020માં સરકારનું બે લાખ દસ હજાર કરોડનું એક વર્ષનું બજેટ હતું. આ વર્ષે બજેટ એનાથી વધારે રૂપિયાનું હશે. પૈસાની ચિંતા નથી. કામ કરવાવાળા જોઈએ. દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

દાહોદ માગશે, એના કરતાં સવાયું આપીશુંઃ સીએમ રુપાણી

આ કારણે તિજોરીમાં પૈસા ભરેલાં રહે છે

વધુમાં મુખ્યપ્રધાને કોંગ્રેસ પર ચાબખા મારતાં જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં પૈસા નહોતા, કામો અટકી ગયાં હતાં. ભરતી પર પ્રતિબંધ હતાં. તો પૈસા જતા ક્યાં હતાં. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વાક્યો ટાંકતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે રાજીવ ગાંધી કહેતાં હતાં કે હું રૂપિયો મોકલું છું રસ્તામાં 85 પૈસા ખવાઈ જાય છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદી કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. જેના કારણે તિજોરીમાં પૈસા ભરેલા રહે છે. કોરોના કાળમાં પણ વિકાસના કામો અટકવા દીધાં નથી. વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો છે. દુનિયામાં આગળ વધવું છે. દુનિયાના પડકારો ઝીલવા છે. આપણે ગુજરાતને દુનિયામાં એક પ્રતિષ્ઠિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરવું છે એટલા માટે આપણે મથામણ કરીએ છીએ.

દાહોદના વિકાસને અટકવા નહીં દઇએ

દાહોદ જિલ્લાનો વિકાસ પાછળ ન રહી જાય એ સરકારની ચિંતા છે. દાહોદ માગે એના કરતાં સવાયું આપીશું. વિકાસને અટકવા દેશું નહીં તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું. રાજ્યની સૌથી મોટી lift irrigation યોજના દાહોદમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાની સાથે શરૂ કરવામાં આવી છે. તળાવો ભરવાનું શરૂ કરાયું છે. આઠ હજાર હેકટર જમીનને સિંચાઇનો લાભ મળવાનો છે. ગામડા અને શહેરોને પીવાનું પાણી પણ મળવાનું છે અને વર્ષ 2022 સુધીમાં પ્રત્યેક ઘરમાં નળથી જળ અને શુદ્ધ પીવાનું પાણી બધાને મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ મુખ્ય પ્રધાને જણાવ્યું કે કોરોના વેક્સિનની તૈયારી થઈ ગઈ છે. આખા રાજ્યમાં ડ્રાય રન ચાલી રહ્યાં છે. કેન્દ્ર સરકાર જેવી આપણને કહેશે અને વેક્સિન આપશે એટલે તબક્કાવાર અમલ કરવામાં આવશે અને આપણે કોરોના સામેના જંગમાં મોટી સફળતા હાંસલ કરીશું.

Last Updated : Jan 8, 2021, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.