કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા બદલ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. કલમ 370 નાબૂદી માટે લેવાયેલા પગલાના સમર્થનમાં દાહોદના સ્ટેશન રોડ પર આવેલા રાત્રિ બજાર પાસે સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં 370 ફૂટ લાંબા કાપડના પટ્ટા પર સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જાહેર કાર્યક્રમમાં રસ્તા પરથી પસાર થતાં નગરજનો પણ જોડાયા હતા અને પોતે સહી કરી ખુશી અનુભવી રહ્યા હતા, તો કેટલાક નગરજનોએ મોદી હે તો મુમકિન હૈ જેવા સ્લોગનો પણ લખ્યા હતા.
દાહોદ ભાજપ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન બચુભાઈ ખાબડ, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો કાર્યક્રમમાં જોડાયા હતા.