- પરેલ સી સાઈટ નજીક રેલવે ક્રોસિંગ પર ગુડ્સ ટ્રેનની અડફેટે રીક્ષા 40 ફૂટ સુધી ઘસડાઇ
- રેલવેની બોગી તેમજ રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
- ઘટનામાં એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી, કોઇ જાનહાનિ નહીં
- RPF સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યો
દાહોદઃ દાહોદ રેલવે વર્કશોપમાં (Dahod Railway Workshop) સમારકામ માટે આવેલી ગુડ્સ ટ્રેનની બોગી આજે વર્કશોપમાંથી રીપેર થઈ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી. આ સમયે ક્રોસિંગ પરથી પસાર થઇ રહેલી પેસેન્જર રીક્ષા રિવર્સમાં આવી રહેલી રેલવે બોગીના પાછળના ભાગે અથડાતા રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ પણ વાંચોઃ મીની લોકડાઉનમાં ફાઇનાન્સ પર લીધેલી ઓટોના ડ્રાઇવરો બન્યા બેરોજગાર, કેવી રીતે ભરવા હપ્તા?
આ ઘટનામાં બોગી રીક્ષાને લગભગ 40 ફૂટ સુધી ઘસડીને લઇ ગઈ હતી. જોકે રિવર્સમાં આવી રહેલી રેલવેની સેન્ટીંગ ટ્રેનની બોગીની ઝડપ ઓછી હોવાના કારણે એક માત્ર વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ રેલવે તંત્ર સહિત RPFને થતાં ઘટનાસ્થળ પર આરપીએફના જવાનોએ પહોંચી જઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ પોરબંદરના ઇન્દિરાનગર-બિરલા અને રોકડીયા હનુમાન-બોખીરા હાઇ-વે બિસ્માર હાલતમાં