દમણઃ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં હજારો શ્રમિકો પોતાના વતનથી દૂર અન્ય રાજ્યમાં ફસાયા છે. મધ્યપ્રદેશના 35 મજૂરો વાપીમાં ફસાયા છે. જેમને મદદ કરવા મધ્યપ્રદેશના સાંસદ રિતી પાઠકે વલસાડ સાંસદ અને વહીવટીતંત્રને ટ્વીટ કરી મદદ માટે અપીલ કરી હતી. હાલ તમામને જરૂરી સહાય કરવામાં આવી છે. પરંતુ આ શ્રમિકોની એક જ માગ છે કે, તેમને તેમના વતન જવું છે.
વાપીમાં લોકડાઉનમાં ફસાયેલા મધ્યપ્રદેશના મજૂરોની વતન જવા માગ વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં મજૂરી કામ કરવા માટે આવેલા મધ્યપ્રદેશના 35 જેટલા મજૂરો લોકડાઉન કારણે કપરી પરિસ્થિતિમાં મુકાયા હતાં. જે માટે તેમણે પોતાના પ્રદેશના સાંસદ રીતિ પાઠકને ટ્વીટ કરી મદદ માગી હતી. જે બાદ સાંસદ રિતિ પાઠકે વલસાડ સાંસદ કે. સી. પટેલ અને વહીવટીતંત્રને ટ્વીટ કરી આ શ્રમિકોને બનતી મદદ કરવાનું જણાવતા વહીવટી તંત્ર દ્વારા આ 35 મજૂરોને જરૂરી રાશનની મદદ કરવામાં આવી છે.
વાપીમાં લોકડાઉનમાં ફસાયેલા મધ્યપ્રદેશના મજૂરોની વતન જવા માગ લોકડાઉનના કારણે વાપીમાં ફસાયેલા આ મજૂરોની એક જ માગ છે કે, તેઓ પોતાના વતન માતાપિતા પાસે જવા માગે છે. અહીં કામધંધો ઠપ્પ થયો છે. ગામમાં જઈએ તો કમ સે કમ ખેતીવાડી કરી શકીએ. ચોમાસુ પણ આવવાનું છે તો તે સમયે ખેતીમાં ઉપજ લઈ શકીએ તેવી આશાઆ શ્રમિકોએ વ્યક્ત કરી હતી.
લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને શરૂઆતના દિવસોમાં ખૂબ જ પરેશાનીનો સામનો કર્યો હતો. બાથરૂમ, ટોયલેટ માટે પણ પૈસા ખર્ચવા પડતા હતાં. જે અંગે વહીવટીતંત્રને જાણ થતાં હાલમાં તમામ પ્રકારની જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.