દાહોદ: ચીનથી શરૂ થયેલી વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ ભારત દેશમાં પગપેસારો કરી જોતજોતામાં લાખોનો ભોગ લઈ ચૂકી છે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દરરોજ આ વાઇરસથી હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે.
ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ત્રણેય રાજ્યોની સીમાની ત્રિભેટે આવેલા દાહોદ જિલ્લામાં પણ કોરોના વાઇરસ સંક્રમણને અટકાવવાના તંત્રના અથાગ પ્રયત્નો છતા સતત કોરોના દર્દીઓ વધી રહ્યા છે. રવિવારે દાહોદ જિલ્લામાં એકસાથે 30 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે.
દાહોદ જિલ્લાના ઉકરડી રહેવાસી 30 વર્ષીય પૂજાબેન દોશી, દેસાઈવાડ રહેવાસી 54 વર્ષીય સંજીવભાઈ ઈન્દ્રવદનભાઈ દેસાઈ, પ્રસારણ નગરના 47 વર્ષીય નિકુંજકુમાર, હુસૈની મોહલ્લા રહેવાસી બતુલ અસગારી કથીરીયા,હરસોલાવાડ રહેવાસી 60 વર્ષીય સુધાબેન દોશી તેમજ 7 વર્ષીય ભવ્ય દોશી, 6, વર્ષીય રથ દોશી, 35 વર્ષીય નેહાબેન દોશી સહિત 30 લોકો કોરોના સંક્રમિત થયા છે.