દાહોદઃ જિલ્લાના અબલોડ ગામમાં ત્રણ બહેનોનું કુવામાં પડી જવાથી મોત થયું હતું. ગુરુવારે રાત્રિના સમયે રમતી વખતે ત્રણેય બહેનો કુવામાં પડી ગઇ હતી. જેથી પરિવારે ત્રણેય બહેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બહેનો મળી નહોતી.
શુક્રવારે સવારે ત્રણમાંથી એક બહેનનો મૃતદેહ કુવાના પાણીમાં ઉપર આવી ગયો હતો. જેથી પરિવારે કુવાનું પાણી ખાલી કરાવતાં બીજી 2 બહેનોનો મૃતદેહ પણ કુવામાંથી મળી આવ્યો હતો. ત્રણ મૃતદેહ મળી આવતાં પોલીસ પણ ધટના સ્થળે દોળી આવી હતી. પોલીસે ત્રણેય બહોનોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.