દાહોદ: દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે RT-PCR દ્વારા કુલ 140 તેમજ રેપિડના 324 સેમ્પલો મળી કુલ 462 સેમ્પલો ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી 435 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 27 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
લીમખેડામાં એક જ પરિવારના 9 સભ્યો મળી કુલ 11 કેસો, દાહોદ શહેરમાં 8, ઝાલોદમાં 6, ગરબાડામાં 3, સંજેલીમાંથી 1 કેસ નોંધાયો છે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરી જે તે વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 47 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે.
દાહોદ શહેરની સાથે ઝાલોદ તાલુકામાં પણ કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે. ઝાલોદ તાલુકામાં અગાઉ કોરોનાના 104 કેસો નોંધાયા હતા. જેમાં વધુ 6 કેસોના ઉમેરા સાથે કોરોનાના કુલ કેસોનો આંકડો 108 પર પહોંચ્યો છે. જેમાંથી 16 સ્વસ્થ થયા છે, 46 દર્દીઓ આઇસોલેશનમાં છે. તેમજ હાલ 51એક્ટિવ કેસો કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે ત્રણના મોત નિપજ્યા છે.