દાહોદ જિલ્લામાં યોજવામાં આવેલાં સેવાસેતુ કાર્યક્રમમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ મળીને 18702 અરજીઓને નિકાલ કરાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાંથી 17924 અરજીઓ મળી હતી. જે પૈકી 17920 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ અરજીઓમાંથી માત્ર 46 અરજીઓનો નકારાત્મક નિકાલ કરાયો હતો.
જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમમાં મળતી અરજીઓમાંથી 99.72 ટકા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારમાં દેવગઢ બારિયા ખાતે 782 અરજીઓ મળી હતી. જે તમામ અરજીઓનો સકારત્મક નિકાલ કરાયો હતો.
ગ્રામીણ વિસ્તારોમાં સેવા પ્રમાણે અરજીઓ જોઈએ તો, મિલકત ઉતારાની 2189. જન્મ મરણના પ્રમાણપત્રની 1308,જાતિ પ્રમાણપત્રની 63.વૃદ્ધ પેન્શનની 199 અને આધારકાર્ડની 30 આવી અનેક અરજીઓનો સરાકાત્મક નિકાલ કરાયો હતો.