દાહોદ: દાહોદ જિલ્લામાં શુક્રવારે 18 નવા કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થતા જિલ્લાવાસીઓ ચિંતિત બન્યા છે. આ 18 દર્દીઓ મળી કુલ 285 જેટલા કોરોનાના દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાયા છે.
51 વર્ષીય મિલમ દોશી, 52 વર્ષીય નીલેશભાઈ કડકીયા, 55 વર્ષીય મહામંદીકબાલ શેખ, 60 વર્ષીય કૈલાશચંદ્ર ખંડેલવાલ, 82 વર્ષીય કલ્યાણદાસ રામચંદાણી, પ્રકાશભાઈ રામચંદાણી, મનીષા શાહ, 62 વર્ષીય ભાનુપ્રસાદ, 54 વર્ષીય અનીલભાઈ દોશી, મુકુન્દભાઈ કામલે સહિત 18 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે.
આરોગ્ય વિભાગે સરકારી કવોરેંટાઇન તેમજ હોમ કવોરેંટાઇન મળી 10,512 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી 9979 લોકોના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.
શુક્રવારે નવા ઉમેરાયેલા દર્દીઓ મળી કુલ 369 લોકો કોરોના સંક્રમિત થયા છે.જે પૈકી 123 લોકો કોરોનામુક્ત થતા હોસ્પિટલમાંથી તેમને રજા મળી છે જ્યારે હાલ 223 એક્ટિવ કેસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. તેમજ 23 લોકો કોરોના મહામારીમાં મોતને ભેટ્યા છે.જ્યારે હાલ 164 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કવોરેંટાઇન કરી જેતે વિસ્તારને કંટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે.